ગુજરાતટ્રેન્ડિંગમનોરંજન

પઠાણ ફિલ્મને લઇ વિરોધ વકર્યો, યોગીદેવનાથ બાપુએ શાહરુખ ખાન પર લગાવ્યા આરોપ

શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણની ફિલ્મને લઈને વિરોધ આસમાને પહોંચ્યો છે. એક બાદ એક આ ફિલ્મને લઈને નિવેદનો આપી રહ્યા છે. અને આ ફિલ્મને ના રિલીઝ કરવા માટે વિરોધ કરી રહ્યા છે. દેશ ભરમાંથી  પઠાણ ફિલ્મને લઇને વિરોધ ઉઠતો જોવા મળી રહ્યો છે. આ વિરોધ હવે ધીરે ધીરે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મને લઈને યોગી દેવનાથ બાપુએ વિરોધ કરતા શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

યોગી દેવનાથ બાપુ-humdekhengenews

યોગી દેવનાથ બાપુએ લગાવ્યો આરોપ

યોગી દેવનાથ બાપુએ કહ્યું કે “બોલીવુડે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને ખૂબ બદનામ કર્યો છે. પાકિસ્તાન પ્રેમી અને ભારત વિરોધી એક પઠાણ નામની ફિલ્મ આવી રહી છે. અને તેમાં  જે એક્ટ્રેસ છે તે ટુકટે ટુકટે ગેંગની સદસ્ય છે. ભારતમાં જેટલા ભારત વિરોધી બેઠેલા છે તેમને સમર્થન આપવા વાળી દિપીકી પાદુકોણની ફિલ્મ ભારતમાં નહી ચાલવા દઇએ.આવા લોકો ભારત વિરોધી અને સનાતન વિરોધી લોકો છે એટલે હુ લોકોને અપીલ કરુ છુ કે પઠાણ ફિલ્મનો વિરોધ કરે”.

અગાઉ રાજુ મહંત દાસે આપી હતી ધમકી

અગાઉ અયોદ્યાના રાજુ મહંત દાસે આ ફિલ્મને લઇને વિરોધ દર્શાવ્યો હતો અને આ ફિલ્મને જે થીયેટરમાં દર્શાવામાં આવે તેને સળગાવી નાખવાની ધમકી આપી હતી ત્યારે આજે કચ્છના મહંત યોગી દેવનાથ બાપુએ પણ આ ફિલ્મને લઇને વિરોધ નોંધાવ્યો છે અને શાહરુખ ખાન પાકિસ્તાન પ્રેમી હોવાનો આરોપ લગાવ્યો છે.

દેશ ભરમાં પઠાણ ફિલમનો વિરોધ

દેશમાં પઠાણ ફિલ્મને લઈને વિરોધ વકરતો જાય છે. ત્યારે આ ફિલ્મને લઈને અનેક દિગ્જજો પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે કેટલાક લોકો દ્વારા તેનું સમર્થન કરવામાં આવી રહ્યું છે તો વળી કેટલાક લોકો દ્વારા તેનો આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ હિન્દુ સંગઠનો, સાહિત્યકારો, સંતો મહંતો પણ આ ફિલ્મનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.

મુસ્લિમ સંગઠનોએ પણ કર્યો વિરોધ

હિન્દુ સંગઠનોની સાથે મુસ્લિમ સંગઠનો પણ આ ફિલ્મનો વિરોધ નોંધાવી રહ્યા છે. ઓલ ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટીના ચેરમેન ઔસફ શાહમીરી ખુર્રમે પઠાણ ફિલ્મને લઈને વિરોધ કર્યો હતો. તેઓએ આ ફિલ્મને ઈસ્લામનું અપમાન ગણાવીને પ્રતિબંધ લગાવ્યો છે. દેશ ભરમાં થઈ રહેલા વિરોધ અંગે શાહરુખ ખાને પણ તેમની પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓએ દુનિયા ગમે તેમ કરે તેઓ પોઝીટીવ વિચારે છે. તેવું નિવેદન આપ્યું હતુ.

આ પણ વાંચો : PM મોદી પર બિલાવલ ભુટ્ટોના નિવેદનથી ભારતમાં આક્રોશ

Back to top button