ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આંધ્રપ્રદેશમાં YSRCP અને TDP કાર્યકરો વચ્ચે અથડામણ, વિસ્તારમાં કલમ-144 લાગુ

Text To Speech

આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની પાર્ટી YSRCP અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. મોડી રાત્રે પલનાડુ જિલ્લાના માચરેલા વિસ્તારમાં બંને પક્ષના સમર્થકો વચ્ચે આ અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો, તોડફોડ અને આગચંપી થઈ હતી. બંને પક્ષના સમર્થકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. હિંસક અથડામણમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મોડી રાત્રે હંગામો વધતો જોઈને સ્થાનિક પ્રશાસને કલમ 144 લગાવી દીધી છે.

આ દરમિયાન પોલીસે TDP નેતા જુલકંતિ બ્રહ્મા રેડ્ડીની ધરપકડ કરી છે. પલાનાડુના પોલીસ અધિક્ષક વાય રવિશંકર રેડ્ડીએ જણાવ્યું હતું કે, “ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોએ વિરોધમાં ભાગ લીધો હતો અને જાણી જોઈને પથ્થરમારો કર્યો હતો.”

‘છેલ્લા 20-30 વર્ષથી ચાલી રહ્યા છે પાર્ટી હુમલા’

એક પોલીસ અધિકારીએ કહ્યું, “આ બે સમર્થકો વચ્ચેની રાજકીય લડાઈ નથી. આ વિસ્તારમાં છેલ્લા 20 થી 30 વર્ષથી આ પક્ષપાતી હુમલાઓ થઈ રહ્યા છે.” આ મામલે કાર્યવાહી કરતા પોલીસે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે. “સ્થિતિ હવે નિયંત્રણમાં છે અને સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે,” પોલીસે જણાવ્યું હતું.

બંને પક્ષના લોકો સામે કેસ દાખલ

પોલીસ અધિકારી રવિશંકરે જણાવ્યું હતું કે, “નગરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઘટના પછી, જૂથના નેતાઓ રાજકીય પક્ષોનો ટેકો લઈ રહ્યા છે અને તેમાંથી ઘણા માચેરલા શહેરની આસપાસના ગામોમાં રહે છે. બંને પક્ષો પર કેસ નોંધવામાં આવ્યા છે. “તમામ આરોપીઓ સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવશે. સવાર સુધીમાં બધું નિયંત્રણમાં આવી જશે.”

જગનમોહન રેડ્ડીની સરકાર વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલન

તમને જણાવી દઈએ કે TDP વતી જગનમોહન રેડ્ડીની સરકાર વિરુદ્ધ રાજ્યમાં આંદોલન ચાલી રહ્યું છે. માછરેલામાં શુક્રવારે મોડી રાત્રે આ આંદોલન ચાલી રહ્યું હતું. આ દરમિયાન વાયએસઆરસીપીના કાર્યકરો પણ પહોંચી ગયા હતા અને ટીડીપીના કાર્યકરો વચ્ચે હંગામો થયો હતો.

Back to top button