ગુજરાતમાં હજુ શિયાળો બરાબરનો જામ્યો નથી ત્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે શનિવારે રાજ્યના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક શહેરો અને જિલ્લાઓમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન ખાતા દ્વારા અહીં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જો કે ક્યાંય પણ મધ્યમ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.
ખેડૂતોમાં વધી પાકની ચિંતા
હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની અગાહીના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક બાજુ ખેતરમાં પાકની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ આ વરસાદની આગાહીના કારણે પાકને નુકશાન થવાની ભીંતી સેવાઈ રહી છે.
બે-ત્રણ દિવસમાં અનેક વિસ્તારોમાં પડ્યા છાંટા
કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી કરવામાં આવી રહી છે. ઉપરાંત બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં છુટા છવાયા છાંટા પડ્યા હતા.