વર્લ્ડ

યુક્રેન સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું ચર્ચા થઈ

Text To Speech

યુક્રેન સંકટ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલયમાંથી ક્રેમલિનને ટાંકતા મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશના વડાઓએ યુક્રેન સંકટ સહિત વર્તમાન વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

PMO કાર્યાલયમાંથી પણ સામે આવ્યા વાતચીતના અહેવાલ

બીજી બાજુ નવી દિલ્હીમાં વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથેની તેમની વાતચીતમાં, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિને આગળ ધપાવવાના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો હતો. PMOએ કહ્યું કે SCO સમિટની બાજુમાં સમરકંદમાં તેમની બેઠક બાદ PM મોદી અને પુતિને ઊર્જા સહયોગ, વેપાર અને રોકાણ, સંરક્ષણ સહયોગ સહિત દ્વિપક્ષીય સંબંધોના અનેક પાસાઓની સમીક્ષા કરી.

ભારતના G-20 પ્રમુખપદ પર ચર્ચા

PMO અનુસાર, PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને ભારતના G-20 અધ્યક્ષપદ અને તેની મુખ્ય પ્રાથમિકતાઓ વિશે જાણકારી આપી.  તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની ભારતની અધ્યક્ષતામાં બંને દેશો સાથે મળીને કામ કરશે.  તેમજ પીએમ મોદી અને પુતિન એકબીજા સાથે નિયમિત સંપર્ક જાળવવા સંમત થયા હતા. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા આ માહિતી સામે આવી હતી કે પીએમ મોદી આ વર્ષે રશિયામાં યોજાનારી ભારત-રશિયા સમિટમાં ભાગ લેશે નહીં. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ગયા વર્ષે ભારતની મુલાકાતે આવ્યા હતા.

Back to top button