સુરતના 8 વર્ષીય દેવેન્દ્ર સંજય પાટિલે પ્રથમ પ્રયાસમાં NDAની પરીક્ષા પાસ કરી છે. જેમાં યુટ્યુબ પરથી અભ્યાસ કરીને રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં સફળતા મેળવી છે. તેમજ અન્ય બે મિત્રોએ SSC અને CISFની પરીક્ષા પાસ કરી છે.
આ પણ વાંચો: અંધશ્રધ્ધામાં ગળાડૂબ : ધાનેરાના ગોલા ગામનો કિસ્સો
અરીસાની સામે બેસી જાત સાથે સંવાદ કરતો
દેવેન્દ્ર NDAની તૈયારી અને અનુભવેલી મુશ્કેલીઓની વાત કરતાં જણાવે છે કે, આ પરીક્ષા માટે ગણિત અને અંગ્રેજી વિષય પાકા કરવા આવશ્યક હોવાથી યુ-ટ્યૂબનો સહારો લઈ સેલ્ફ સ્ટડી દ્વારા ગણિતમાં મહેનત કરી અને અંગ્રેજી માટે ઓનલાઈન ક્લાસીસનો સહારો લઈ લેખન-વાંચનની પ્રેક્ટિસ કરી હતી. રોજેરોજ અંગ્રેજીની વર્બલ પ્રેક્ટિસ માટે જાતે જ અરીસાની સામે બેસી જાત સાથે સંવાદ કરતો હતો.
આ પણ વાંચો: ગુજરાત: “દાદા” સરકારના મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસીઓની ભાગીદારી વધી, જાણો કઇ રીતે
દેવેન્દ્ર પાટિલની NDA- નેશનલ ડિફેન્સ અકેડેમીમાં પસંદગી થઈ
શહેરના નવાગામ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય દેવેન્દ્ર સંજય પાટિલ અને સાથી મિત્રો 21 વર્ષીય સમાધાન પાટિલ અને 23 વર્ષીય અજય યાદવે નાની વયે મોટી સફળતા મેળવી છે. અથાગ પરિશ્રમને પગલે સમગ્ર સુરતમાંથી એકમાત્ર દેવેન્દ્ર પાટિલની NDA- નેશનલ ડિફેન્સ અકેડેમીમાં પસંદગી થઈ છે. દેવેન્દ્રના પિતા કટલરીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દેવેન્દ્ર સાથે પરીક્ષાની તૈયારી કરનાર મિત્રો સમાધાન અને અજયે પણ અનુક્રમે સ્ટાફ સિલેક્શન કમિશન(SSC) અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ(CISF)-ઓડિશામાં સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો: પ્રમુખ સ્વામી મારા માટે પિતાતુલ્ય સમાન: PM મોદી
મરાઠી શાળામાંથી ધો.1 થી 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો
મૂળ મહારાષ્ટ્રના વિંચૂર ગામનાં વતની દેવેન્દ્રએ સુરતના નવાગામ વિસ્તારની મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી મરાઠી શાળામાંથી ધો.1 થી 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શાળામાંથી જ NDAની પરીક્ષા માટે જરૂરી તમામ માર્ગદર્શન મેળવી છેલ્લા 2 વર્ષથી તૈયારી શરૂ કરી હતી.