ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs BAN TEST : પુજારા અને ગિલની શાનદાર સદી, બાંગ્લાદેશને જીત માટે 471 રનની જરૂર

Text To Speech

ચટ્ટોગામ : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. ત્યારે ભારતે પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા હતા. ભારત તરફથી ચેતેશ્વર પુજારા, શ્રેયસ અય્યર અને અશ્વિને અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. અને ભારતે ત્રીજા દિવસના અંતે પુજારા અને ગિલ ની શાનદાર બેટિંગ સામે 258 રને ડીકલેર કર્યું હતું. અને સામે યજમાન ટીમ બાંગ્લાદેશની ટીમે 42 રનમાં કોઈ પણ વિકેટ ગુમાવી નથી. હાલ ભારત પાસે 471 રનની લીડ છે અને મેચમાં હજી બે દિવસની રમત બાકી છે.

પુજારા અને ગિલની સદી

ચેતેશ્વર પુજારા અને શુભમન ગિલ ની શાનદાર સદી નોધાવી હતી.ચેતેશ્વર પુજારાએ 130 બોલમાં 102 રન નોધાવ્યા હતા.અને શુભમન ગિલે 152 બોલમાં 110 રન નોધાવાયા હતા.આ સાથે શુભમન ગિલ અને પુજારાના સદી વડે ભારતે બાંગ્લાદેશ સામે બીજી ઈનીંગમાં 2 વિકેટના નુક્શાન પર 258 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

પ્રથમ ઈનીંગમાં અશ્વિન અને કુલદીપ કર્યું શાનદાર પ્રદર્શન

ભારતે બાંગ્લાદેશ સામે બીજા દિવસને અંતે ભારતે 271 રનની લીડથી આગળ હતું જયારે તેમાં રવિ ચંદ્ર અશ્વિન ના 113 બોલમાં 58 રનની ઈનીંગથી અને કુલદીપ યાદવે 5 વિકેટ પ્રથમ ઈનીંગમાં ઝડપી હતી.અને બાંગ્લાદેશને 150 રનના સ્કોર પર જ સમેટાઈ જતા ભારતને સરસાઈ મળી હતી.

Back to top button