ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતના એક્ઝિબિશનમાં 15 કિલોની સોના,ચાંદી અને ડાયમંડની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર જાણો શું છે તેની ખાસિયત

Text To Speech

સુરતમાં હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી જ્વેલરી મેન્યુફેક્ચર ભાગ લઈ રહ્યા છે. હાલ આ એક્ઝિબિશનમાં સંસદની એક અદ્ભુત પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રતિકૃતિ બનાવવામાં ગોલ્ડ, સિલ્વર અને વિવિધ પ્રકારના ડાયમંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. તેને ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’નામ આપવામાં આવ્યું છે.

સંસદ પ્રતિકૃતિ-HUMDEKHENEWS

સંસદની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં 16 થી 18 ડિસેમ્બર દરમિયાન સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન દ્વારા એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચર ભાગ લેશે. આ એક્ઝિબિશનમાં સંસદ ભવનની સોના, ચોંદી અને ડાયમંડની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. આ પ્રતિકૃતિએ એક્ઝિબિશનમાં સૌ કોઇને આકર્ષિત કર્યા હતા. એક્ઝિબિશનમાં હાજર તમામે આ પ્રતિકૃતિના વખાણ કર્યા હતા.

સોના, ચાદી અને હીરાજડીત સંસદની ખાસિયત

દિલ્હીમાં તૈયાર થઇ રહેલ નવા સંસંદભવનની બિલ્ડીંગની પ્રતિકૃતિને કારીગરોએ અદભૂત રીતે કંડારી છે. સંસદની આ પ્રતિકૃતિ 15 કિલો વજનની છે અને તેમાં સોનુ, ચાંદી અને ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રતિકૃતિને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને પશ્ચિમ બંગાળના આશરે 15 જેટલા કારીગરોએ તૈયાર કરી છે. આ પ્રતિકૃતિ કારીગરોએ છેલ્લા ત્રણ મહેનાની સખત મહેનત કરીને બનાવી છે. અને પ્રતિકૃતિની સાઇઝ દોઢ ફુટની છે. આ પ્રતિકૃતિમાં 3ડી પ્રિન્ટીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :વન પર્યાવરણ મંત્રીની મોટી જાહેરાત, અંબાજીના કોટેશ્વરમાં 12 જ્યોતિર્લિગની સ્થાપના થશે

Back to top button