સુરતમાં મલ્ટિલેવલ રેલવે સ્ટેશનના નિર્માણનો આરંભ, જાણો શું છે તેની ખાસિયત
સુરતમાં ભારતનું મલ્ટીનેશનલ રેલવે સ્ટેશન બનવા જઇ રહ્યું છે. આ રેલવે સ્ટેશન માટે 877 કરોડનું ટેન્ડર પણ મંજુર થઇ ગયું છે. ત્યારે સુરતમાં ભારતના મલ્ટીલેવલ રેલવે સ્ટેશનના નિર્માંણ નો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રેલવે સ્ટેશનનું વર્ચુઅલી ખાતમુહૂર્ત કર્યું હતું.
સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ
સુરતમાં ભારતના મલ્ટીનેશનલ રેલવે સ્ટેશન બનાવવા માટેની શરૂઆત કરવામા આવી રહી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા તમામ તૈયારીઓ પણ શરુ કરી દેવામા આવી છે. શહેરની સુંદરતા અને વિકાસના કામમાં વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. સુરતના રેલવે સ્ટેશનને અદ્યતન સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે. તેના માટે સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં સુરતમાં મલ્ટીનેશનલ રેલવે સ્ટેશન બનીને તૈયાર થઇ જશે.
રેલવે સ્ટેશનની કામગીરી શરૂ
સુરત રેલવે સ્ટેશનને અદ્યતન બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાને વર્ચુઅલી ખાતમુહૂર્ત કર્યા બાદ અનેક કામ શરુ કરી દેવામાં આવ્યા છે . જેમકે પ્લેટફોર્મ બનાવવા માટે સિમેન્ટ યાર્ડને ખાલી કરીને બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે. અને 28 મહિનામાં આ પ્રોજેક્ટ પુરો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ રેલવે સ્ટેશનને ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે, જેના પ્રથમ તબક્કાની શરૂઆત થઇ ગઇ છે.
સુરતથી દોડતી ટ્રેનોને ઉંધના દોડાવવા માટે મંજૂરી મંગાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર રેલવે સ્ટેશનને ડિમોલીશન કરી બાંધકામ શરૂ કરવામાં આવશેઆ માટે સુરતથી ઉપડતી ટ્રેનોને ઉંધના સ્ટેશનથી દોડાવવા માટે રેલવે બોર્ડ પાસે મંજૂરી માગવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ ઉંધના સ્ટેશન પર નવા બનાવાયેલ બે નવા પ્લેટફોર્મ પર આ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે.
જાણો આ રેલવે સ્ટેશનમાં શું હશે ખાસિયત
અલગ એન્ટ્રી- એક્ઝિટ સાથે કોન્કોર્સ વીઆઇપી લાઉન્જ, ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન હેઠળ બસ સ્ટેશન બનાવામાં આવશે, 18 મીટરની ઉંચાઇ પર રૂફ પ્લાઝા-કોમર્શિયલ પ્લાઝા બનાવાશે, મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ રેલ્વે, બસ, મેટ્રો, BRTS, ખાનગી વાહનો, રસ્તાઓને એકીકૃત કરવામાં આવશે, સાથેજ તેમાં મુખ્ય આકર્ષણ કેન્દ્રેનો પણ સમાવેશ કરવામાં આવશે જેમાં ઇન્ટરસિટી બસ સ્ટેશન, આંતરરાજ્ય બસ સ્ટેશન, વ્યાપારી ટાવર અને 4 વધારાના પ્લેટફોર્મ તથા મોલનો પણ સમાવેશ કરવામાં આવશે.
આ પણ વાંચો :મોરબીમાં કેશિયર પાસેથી અજાણ્યા શખ્શો રૂ. 29 લાખની લૂંટ કરી ફરાર, પોલીસે શરૂ કરી તપાસ