ટોપ ન્યૂઝટ્રાવેલ

કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યા ‘પાર્ટનાચ’ કોતર, ફોટા જોઈને તમને અહીં જવાનું મન ચોક્કસ થશે

Text To Speech

ટ્રાવેલ ડેસ્કઃ તમે દુનિયામાં ઘણી બધી કોતરો જોઈ હશે, પણ આજે વાત કરવી છે એક એવી કોતર જેનાથી બહુ ઓછા લોકો વાકેફ હશે. આ જગ્યા એટલે ‘પાર્ટનાચ ગોર્જ’. આ એક કોતર છે. જે દક્ષિણ જર્મનીના ગાર્મિશ-પોર્ટેનકિર્ચન નજીક આવેલી રેઇન્ટલ ખીણમાં આવેલી છે. પર્વતમાળાની વચ્ચે પાર્ટનાચ કોતર બની છે. આ કોતર 702 મીટર લાંબી અને 80 ફૂટથી વધુ ઊંડી છે. આ સ્થળને વર્ષ 1912માં કુદરતી સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું.

 

 

1 જૂન 1991ના દિવસે દક્ષિણ છેડે આવેલા ખડકો ધસી પડ્યાં હતા અને જળપ્રવાહ અવરોધાય ગયો હતો. મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ દુર્ઘટનાને લીધે એક નાનું કુદરતી સરોવર રચાયું હતું. આ સરોવર વિશાળ પથ્થરોમાંથી પસાર થાય છે. 1992થી 108 મીટર (354 ફૂટ) લાંબી ગેલેરી બનાવવામાં આવી હતી. જે ખડકો ધસી પડ્યાં હતાં તેમાં બનાવવામાં આવી હતી. આ ગેલેરીમાંથી કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ સુરક્ષા સાથે આ જગ્યાના અપ્રતિમ સૌંદર્યને નિહાળી શકે છે. આ જગ્યા પર ઘણી ફિલ્મોના શૂટિંગ પણ થયા છે. 1979ની ફિલ્મ નોસ્ફેરાટુ ધ વેમ્પાયરનું શૂટિંગ અહીં થયું હતું.

 

1912થી આ કોતર પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે અને આખું વર્ષ આ જગ્યાની મુલાકાત લઈ શકાય છે. ઉનાળામાં સવારે 8થી સાંજના 6 વાગ્યાની સુધી અને શિયાળામાં સવારે 9થી સાંજે 5 સુધી અહીં પ્રવેશ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ જગ્યા માટે અમુક ફી તમારે ચૂકવવી પડશે. વસંતઋતુમાં બરફ ઓગળે છે ત્યારે કોતર થોડા દિવસો માટે બંધ કરવામાં આવે છે.

ફોટામાં આ જગ્યાની સુંદરતા જોઈ જ શકાય છે. ફોટા જોઈને તમને પણ ચોક્કસ આ જગ્યાએ જવાનું મન થશે જ. તો રાહ કોની જોવો છો… બેક પેક કરો અને નીકળી પડો કુદરતના આ અફાટ સૌંદર્યને માણવા. તન અને મન બંને ફ્રેશ થઈ જશે.

Back to top button