ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિજય દિવસ 2022: આજના દિવસે જ ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી, જાણો શું થયું હતું 16 ડિસેમ્બર 1971નાં રોજ

નેશનલ ડેસ્કઃ 16 ડિસેમ્બર એટલે વિજય દિવસ (Vijay Diwas 2022)… 16 ડિસેમ્બર 1971નાં રોજ ભારતમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 16 ડિસેમ્બરનો આ દિવસ એટલા માટે ઐતિહાસિક છે કેમકે આ દિવસે જ ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. 1971ના યુદ્ધમાં ભારતે જીત મેળવી હતી અને પાકિસ્તાનના લગભગ 93,000 સૈનિકોને હથિયાર હેઠાં મૂકવા મજબુર થવું પડ્યું હતું. આ યુદ્ધના કારણે જ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું. 1971ના યુદ્ધની શરૂઆત 3 ડિસેમ્બર, 1971નાં રોજ થઈ હતી. ત્યારે બાંગ્લાદેશ, પૂર્વી પાકિસ્તાન ગણાતું હતું. 3 ડિસેમ્બરે પાકિસ્તાનને ભારતીય વાયુસેનાના 11 સ્ટેશન પર હવાઈ હુમલો કર્યો હતો. ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો અને અંતે પાકિસ્તાનને તે ભુંડી હાર મળી હાર જેના ઘા આજે પણ રુઝાયા નથી.

જાણો શું થયું હતું 16 ડિસેમ્બરે?
ત્યારે બંને સેનાઓ વચ્ચે પૂર્વી પાકિસ્તાનમાં યુદ્ધ ચાલી રહ્યું હતું. ભારત સતત ભારે પડી રહ્યું હતું. 16 ડિસેમ્બરની સવારે સેનાને ફિલ્ડમાર્શલ માણેકશૉનો મેસેજ મળ્યો કે પાકિસ્તાનની સેના આત્મસમર્પણ કરી રહી છે. ભારતની પાસે માત્ર 3000 સૈનિક હતા, જ્યારે પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફટનન્ટ જનરલ એએક નિયાઝીની પાસે 26.400 સૈનિકો હતા. તેમ છતાં ભારતીય સેના ભારે પડી અને અંતે પાકિસ્તાનને ઘૂંટણિયા ટેકવવા પડ્યા.

16 DECEMBER VIJAY DIWAS
16 ડિસેમ્બરની સવારે સેનાને ફિલ્ડમાર્શલ માણેકશૉનો મેસેજ મળ્યો કે પાકિસ્તાનની સેના આત્મસમર્પણ કરી રહી છે. ભારતની પાસે માત્ર 3000 સૈનિક હતા, જ્યારે પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફટનન્ટ જનરલ એએક નિયાઝીની પાસે 26.400 સૈનિકો હતા.

ઐતિહાસિક જીતને 51 વર્ષ
વર્ષ 1971ના યુદ્ધને આજે 51 વર્ષ થઈ ગયા, બાંગ્લાદેશ આજે 51 વર્ષનો થયો. આજના જ દિવસે 1971માં પાકિસ્તાની સેનાએ ભારત સામે ઘૂંટણિયા ટેકવી દીધા હતા અને સરેન્ડર કર્યું હતું. ભારતે પોતાની તાકાતથી આજે દુનિયાનો નકશો જ બદલી નાંખ્યો અને એક નવા દેશનો ઉદય થયો જેનું નામ હતું બાંગ્લાદેશ. આ યુદ્ધમાં તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી, ફિલ્ડ માર્શલ જનરલ માણેકશૉ અને જનરલ જગજીત સિંહનું ભૂમિકા અગત્યની હતી.

16 DECEMBER VIJAY DIWAS
વર્ષ 1971ના યુદ્ધને આજે 51 વર્ષ થઈ ગયા, બાંગ્લાદેશ આજે 51 વર્ષનો થયો. આજના જ દિવસે 1971માં પાકિસ્તાની સેનાએ ભારત સામે ઘૂંટણિયા ટેકવી દીધા હતા અને સરેન્ડર કર્યું હતું.

પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ કેમ બન્યું
અંગ્રેજોએ ભારત અને પાકિસ્તાન અલગ કર્યું ત્યારે પાકિસ્તાનના બે ભાગ હતા, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. ધર્મના આધારે અલગ થયેલા દેશમાં પાકિસ્તાન અલગ તો થયું પણ માનવાધિકારનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાને બાંગ્લાદેશમાં અત્યાચાર કર્યા અને નરસંહાર કર્યો જેમાં હજારો અને લાખો લોકોએ બલિદાન આપ્યું.

વર્ષ 1969માં મૂજીબુર રહેમાને એલાન કર્યું હતું કે પૂર્વી પાકિસ્તાન હવેથી બાંગ્લાદેશ કહેવાશે, જે બાદ સંગ્રામ શરૂ થયું અને તેઓ બાંગ્લા મુક્તિ સંગ્રામના પ્રણેતા બન્યા. પાકિસ્તાનના અત્યાચારના કારણે લાખોની સંખ્યામાં પાકિસ્તાનીઓ ભારત તરફ આવવા લાગ્યા હતા. જે બાદ ભારતના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ પણ યુદ્ધનું એલાન કર્યું.

16 DECEMBER VIJAY DIWAS
વર્ષ 1969માં મૂજીબુર રહેમાને એલાન કર્યું હતું કે પૂર્વી પાકિસ્તાન હવેથી બાંગ્લાદેશ કહેવાશે, જે બાદ સંગ્રામ શરૂ થયું અને તેઓ બાંગ્લા મુક્તિ સંગ્રામના પ્રણેતા બન્યા.

ભારતે બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપના માટે અનેક પ્રયાસ કર્યા હતા પણ જ્યારે અત્યાચાર અને નરસંહારે હદ વટાવી ત્યારે આખરે વાયુસેનાએ વચ્ચે આવવું પડ્યું અને 13 દિવસ સુધી ચાલેલા યુદ્ધ બાદ સેનાની બહાદુરી સામે નવા દેશે જન્મ લીધો. ભારતની સામે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ આત્મસમર્પણ કરી નાંખ્યું. જેના પર ભારતના જનરલ જગજીત સિંહે હસ્તાક્ષર કર્યા હતા, તે તસવીર આજે પણ ભારત અને બાંગ્લાદેશ માટે ખૂબ જ ખાસ છે જ્યારે પાકિસ્તાન જ્યારે જ્યારે એ તસવીર જોતો હશે ત્યારે ત્યારે પોતાના પર ગુસ્સો આવતો હશે.  આજે પણ બાંગ્લાદેશ માને છે કે ભારતના કારણે જ તેમને પાકિસ્તાનથી આઝાદી મળી છે.

Back to top button