ગૌચર વિકાસ બોર્ડના 10 કરોડ પચાવનાર મુખ્યસૂત્રધારના જામીન નામંજૂર
ગાંધીનગર, જૂના સચિવાલય સ્થિત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના તત્કાલીન મદદનીશ પશુપાલન નિયામક દ્વારા 10.15 કરોડ રૂપિયાની કૌભાંડ કરવામા આવ્યુ હતુ. આરોપી દ્વારા 13 ટ્રસ્ટ અને 87 ગ્રામ પંચાયતમા કાગળ ઉપર કામગીરી બતાવી હતી અને રૂપિયા ચાંઉ કરી લીધા હતા આ કેસમા આરોપી દ્વારા જામીન અરજી કરવામા આવી હતી. પરંતુ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામા આવી હતી.
10.15 કરોડ રૂપિયાનું કૌભાંડ
ગાંધીનગરના જૂના સચિવાલય સ્થિત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના તત્કાલીન મદદનીશ પશુપાલન નિયામક ડો. શશીકાંત ડાહ્યાલાલ પટેલ દ્વારા હોદ્દાનો દુરૂપયોગ કરી રાજ્યના 18 જીલ્લાઓમા 13 ટ્રસ્ટો અને 87 જેટલી ગ્રામ પંચાયતોને 10.15 કરોડ રૂપિયા ચૂકવી ભ્રષ્ટાચાર કર્યો હતો. ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ થયા બાદ ધરપકડ કરી કોર્ટમા રજૂ કરતા મુખ્ય સૂત્રધારને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જ્યુડીશીયલ કસ્ટડીમા મોકલી દીધો હતો.
બીજી તરફ આરોપી મુખ્ય સૂત્રધાર ડો. શશીકાંત ડાહ્યાલાલ પટેલ દ્વારા ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમા જામીન અરજી કરી હતી. જેમા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ ધવલ. એ. મહેતા દ્વારા જામીન આપવામા ના આવે માટે વિરોધ કરતી દલીલો કરી હતી. આરોપી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે અને આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને કાવતરું રચી આરોપીને સત્તા ન હોવા છતાં સરકારના અને પબ્લિકના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરીને આર્થિક ગેરલાભ મેળવ્યો છે.
આ પણ વાંચો: ગાંધીનગર લોકસભાના 7 MLA સાથે આજે શાહની બેઠક
જામીન અરજી નામંજૂર
આરોપીએ ભ્રષ્ટાચારનો ગંભીર ગુનો કર્યોછે અને ઉપરાંત આરોપી વિરૂધ્ધ ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમા 15 હજારની લાંચ લેવાનો અને બનાસકાંઠા જીલ્લાના આગથળા પોલીસ સ્ટેશનમા ખોટા અને બનાવટી દસ્તાવેજો બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરવા અંગેનો ગુનો નોંધાયેલ છે. જેને લઇ આરોપીની જામીન અરજી નામંજૂર કરાઇ હતી.