આરોગ્યકર્મીઓને પ્રોત્સાહન રુપે આપેલી રકમ કેમ સરકારે પાછી જમા કરાવવા કહ્યુ?, આ આપ્યુ કારણ
આરોગ્યકર્મીને સર્વેલન્સ પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા નવેમ્બર-ડિસેમ્બરમાં 4 હજાર રુપિયા આપવાનો અગાઉ નિર્ણય લીધો હતો. જે બાદ ગતરોજને આ નિર્ણયને સરકારો પાછો ખેચ્યો છે. એટલે કે સરકારે યુ ટર્ન લેતા આરોગ્ય કર્મચારીઓને 2 મહિના સુધી મળેલી ચાર-ચાર હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ સરકારી તિજોરીમાં પાછી જમા કરાવવાનું ફરમાન આપી દીધુ છે.
આ પણ વાંચો: JEE Mains 2023 માટે નોટિફિકેશન જાહેર, જાણો ક્યારથી ભરાશે ફોર્મ અને ક્યારે હશે પરીક્ષા
પ્રોત્સાહન રકમ સરકારે કેમ પાછી જમા કરાવા કહ્યુ?
ચૂંટણી અગાઉ સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓને 4 હજારનું પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી નવેમ્બર-ડિસેમ્બરમાં 4 હજાર ચૂકવાયા પણ હતા. પરંતુ સરકારે હવે આ નિર્ણય પાછો ખેંચતા ચૂકવેલા રૂપિયા આરોગ્ય કર્મચારીઓએ સરકારીને પાછા જમા કરાવા પડશે. ત્યારે આ અંગેનો અમરેલી જિલ્લા પંચાયતે પરિપત્ર કર્યો છે. ત્યારે આમ અચાનક નિર્ણય બદલી અંગેનું કારણ આપતા સરકારે ફિક્સ પે મેળવતા હંગામી કર્મચારીઓ, આ રકમ માટે અપાત્ર હોવાનું ઠરાવીને આરોગ્ય વિભાગે રિકવરી શરૂ કરી હોવાનું જણાવી રહ્યા છે.
આરોગ્ય કર્મચારીઓએ 4000 પાછા ચૂકવા પડશે
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર મલ્ટી પર્પજ સુપરવાઇઝર ફિમેલ હેલ્થ સુપરવાઇઝર વર્ગ ત્રણ સંવર્ગના કર્મચારીઓ ગ્રેડ માંગણી અન્વયે હડતાલ પર ઉતર્યા હતા. સરકાર પ્રતિમાસ 4000 રૂપિયા પ્રોત્સાહન તરીકે આપવાનું ઠરાવેલ હતું. ફિક્સ પે મેળવતા હંગામી કર્મચારીઓને ઉપરોક્ત સર્વેન્સ પ્રોત્સાહન રકમ આપવાની પાત્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી નુ જણાવી પ્રોત્સાહન રકમ પાછી ખેચી લીધી છે.