ગુજરાતટોપ ન્યૂઝ

સાવચેત રહેજો: રાજ્યમાં લગ્ન પ્રસંગમાં ચોરી કરતી બાળકોની ગઠિયા ગેંગ સક્રિય

Text To Speech

લગ્નનો ચાંદલો લખનાર ફોટો પડાવવા ગયો અને લાખો રૂપિયાની ચોરી થઈ હતી. જેમાં 9 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના ભરેલું પર્સ તસ્કરો ઉઠાવી ગયા હતા. તેમજ સીસીટીવી ફૂટેજમાં બે કિશોર ચોરી કરેલું પર્સ લઈ કારમાં બેસીને જતા જોવા મળ્યા હતા. તથા ચોરો 9 લાખ રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થયા હતા.

આ પણ વાંચો: મોરબી પુલ દુર્ઘટનામાં કોઇ વ્યકિતગત જવાબદારી બનતી નથી, આ એક અકસ્માત હતો, જાણો કોણે આ કહ્યું

દિકરીના પિતાએ એક લાખ રૂપિયા પર્સમાં મુકી રાખ્યા હતા

મોડાસાની હરિઓમ નગર સોસાયટીમાં રહેતા સુનિલભાઈ પ્રજાપતિની દિકરીના મંગળવારે લગ્ન યોજાયા હતા. શહેરના મેઘરજ રોડ પર આવેલ કુમકુમ પાર્ટી પ્લોટમાં સાંજે 5 થી રાતના 2 વાગ્યા સુધી યોજાયેલ લગ્નમાં અનેક આમંત્રિતો આવ્યા હતા. દરમિયાન સામાજિક રીત રીવાજ મુજબ આમંત્રિતો ભેટ સોગાદમાં ચાંદલો લખાવતા હોય દિકરીના પિતાએ તેમના ત્રણ સબંધીઓને મેઈન ગેટ નજીક બેસાડયા હતા. ચાંદલો તથા કન્યાદાનના નાણાં અને ભેટમાં આવતા સોના ચાંદીના આ વ્યકિતઓ પર્સમાં મુકતા હતા. જો કે તેમના સબંધી ચોરીમાં ફોટો પડાવવા ગયા તે સમયે કોઈક તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રૂપિયા ભરેલ પર્સ ઉઠાવી ગયા હતા. દિકરીના પિતાએ એક લાખ રૂપિયા પર્સમાં મુકી રાખ્યા હતા. જ્યારે ચોપડામાં હિસાબ કરતાં આઠ લાખ રૂપિયા જેટલો ચાંદલો આવ્યો હતો.

આ પણ વાંચો: રાજ્યમાં ઠંડી ઘટી : અમદાવાદના તાપમાનમાં પલટો આવ્યો, જાણો શું છે કારણ

ચોરો 9 લાખ રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થયા

મોડાસા મેઘરજ રોડ પર આવેલ એક પાર્ટી પ્લોટમાં મંગળવારે રાત્રે લગ્ન સમારંભ યોજાયો હતો. આ જગ્યાએ તસ્કરોએ લાખો રૂપિયાનો હાથ ફેરો કરી લીધો હતો. લગ્નમાં ભેટ સ્વરૂપે આવેલ ચાંદલો અને સોના-ચાંદીના દાગીના ભરેલ પર્સ ગઠિયા ઉઠાવી જતાં અફરાતફરી મચી હતી. આ મામલે સીસીટીવીની તપાસ કરાતાં બે કિશોર ચોરી કરીને જતા જોવા મળ્યા હતા. જ્યારે આ બંને એક કારમાં બેસીને ભાગી ગયાનુ પણ જણાઈ આવતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ચોરો 9 લાખ રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થયા હતા.

Back to top button