ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જેમાં અમદાવાદમાં તાપમાનનો પારો નીચે ગયો છે. તેમજ દિવસ દરમિયાન ઠંડો પવન ફૂંકાયો પણ તાપમાનમાં ઘટાડો નહીં. જેમાં સુરતમાં 24.2, રાજકોટમાં 20 અને અમરેલી 21.8 ડિગ્રી, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, ડાંગમાં માવઠાની શક્યતા રહેલી છે. તેમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો થયો છે જેમાં ઠંડીમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતના CM “દાદા” એ અમદાવાદના પોલીસ અધિકારીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યુ
લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીને પાર
તાપમાનનો પારો ઊંચકાતાં બે દિવસથી અચાનક ઠંડી સાવ ઘટી ગઈ છે. સાંજના સમયે બફારો વર્તાવા લાગ્યો છે. રાત્રે પણ ઠંડીનો ચમકારો સાવ ઘટી ગયો છે. રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીને પાર અને મહત્તમ તાપમાન 30 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં નોંધાયેલું તાપમાન હાલની સ્થિતિ મુજબ ઓછુ નોંધાયું છે.
આ પણ વાંચો: અમરેલી: હોસ્પિટલની ઘોર બેદરકારી, મોતિયાના ઓપરેશન બાદ 15 જેટલા દર્દીઓએ આંખની રોશની ગુમાવી
પાટનગર ગાંધીનગરમાં તાપમાન 20.7 ડિગ્રી
વરસાદી માહોલના કારણે અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમિયાન ઠંડો પવન ફૂંકાયો હતો, પરંતુ તાપમાનમાં કોઈ ઘટાડો થયો નથી. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. પાટનગર ગાંધીનગરમાં તાપમાન 20.7 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય સૌથી વધુ સુરતમાં 24.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 20 ડિગ્રી અને અમરેલીમાં 21.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો: 2023 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નહી યોજાય, જાણો શું છે કારણ
હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી
હવામાન ખાતા દ્વારા અપાયેલા સંકેતો મુજબ નર્મદા, તાપી, છોટા ઉદેપુર અને ડાંગમાં હળવા વરસાદની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતા દ્વારા અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, અરવલ્લી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.