ઉત્તર ગુજરાતગુજરાતસ્પોર્ટસ

પાલનપુર : ડીસા સર્વોદય કોલેજના છાત્રએ દોડમાં 2 ગોલ્ડ, 10 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા

Text To Speech
  • 36 વર્ષ જૂના રેકોર્ડ તોડ્યા
  • ઇન્ટર યુનિવર્સિટી ખેલકૂદ મહોત્સવમાં ડીસા કોલેજનો ઉત્કૃષ્ટ દેખાવ

પાલનપુર : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના ઇન્ટર યુનિવર્સિટી ખેલકૂદ મહોત્સવમાં ડીસા કોલેજના છત્રોએ દોડ સ્પર્ધામાં વર્ષો જૂના રેકોર્ડ તોડી બે ગોલ્ડ તેમજ દસ બ્રેન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનો 33માં આંતર કોલેજ “આનર્ત” એથ્લેટીક્સ સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે યોજાયો હતો.આ ખેલકૂદ મહોત્સવમાં 93 કોલેજો અને 1021 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ડીસાની શ્રી સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાંટ કોલેજે દોડ વિભાગમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

સર્વોદય કોલેજ-humdekhengenews

સ્પર્ધામાં સર્વોદય કોલેજે કુલ 2 ગોલ્ડ મેડલ તેમજ 10 બ્રોન્સ મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેમાં 400 મીટર દોડમાં સર્વોદય કોલેજના વિદ્યાર્થી વીરસંગ ચંપૂજી ઠાકોરે 36 વર્ષ જુનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ 50:53 સેકન્ડ યુનિવર્સિટી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. તેમજ 800 મીટર ની દોડમાં 39 વર્ષ જુનો રેકોર્ડ તોડી વિરસંગે નવો રેકોર્ડ 1:56:72 માઇક્રો સેકન્ડ યુનિવર્સિટી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આમ ડીસા કોલેજના છાત્ર વિરસંગ ઠાકોરે દોડમાં વર્ષો જૂના રેકોર્ડ તોડી યુનિવર્સિટીમાં કોલેજ નું નામ અંકિત કર્યું હતું.

સર્વોદય કોલેજ-humdekhengenews

આ ખેલકુદ રમોત્સવમાં દોડવીરો એ સારું પરફોર્મન્સ આપી કોલેજનો તેમજ સંસ્થા નું નામ રોશન કર્યું હતું તેથી સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ કે. મિસ્ત્રી અને સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર વિક્રમભાઈ શેઠ તેમજ કોલેજના સમગ્ર ટ્રસ્ટી ગણ કોલેજના પ્રિન્સિપાલ જોગેશભાઈ ઠાકોર તેમજ લો કોલેજના પ્રિન્સિપાલ પિયુષભાઈ કાનુડા વાળા અને રમત-ગમતના P.T.I પ્રાધ્યાપક તેમજ કોચ લીલાભાઈ દેસાઈ તથા સંપૂર્ણ સ્ટાફગણ વિદ્યાર્થી ને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને આશીર્વાદ પાઠવ્યા હતા.

આ પણ વાંચો : ધારાસભ્ય હોય તો આવા! કાંધલ જાડેજા સતત 11 વર્ષથી પોતાના ખર્ચે સિંચાઈ માટેનું પાણી છોડાવી રહ્યા છે

Back to top button