ગુજરાત

ભાવનગરના હળીયાદ ગામે પત્ની સહિત ત્રણ દીકરીએ પિતાના નશ્વર દેહને કાંધ આપી, મુખાગ્નિ આપ્યો

Text To Speech

ભાવનગરઃ જિલ્લાના હળીયાદ (વાવડી) ગામના ભરતસિંહ ભવાનીસિંહ રાયજાદાનું સોમવારના રોજ અવસાન થયું હતું. તેમની ત્રણ દીકરીઓ આરતીબેન મૌલિકભાઈ પાઠક, સીમાબેન આશુતોષભાઈ પાઠક તથા પારૂલબેન રાયજાદાએ પિતાની નશ્વર દેહને કાંધ આપી સિંધુનગર સ્મશાન ખાતે મુખાગ્નિ આપી હતી.

આજના યુગમાં દીકરી પણ દીકરા સમાન છે. સમાંતરે આપણને એના ઉદાહરણ મળતા રહે છે. સ્વ. ભરતસિંહ ભવાનીસિંહ રાયજાદા ગામ હળીયાદ (વાવડી) હાલ ભાવનગરએ એક્સેલ ઇન્ડસ્ટ્રી મિકેનિકલ વિભાગનાં નિવૃત્ત કર્મચારી હતા. સંતાનમાં તેમને ત્રણ દીકરીઓ છે. તા.23 મેના રોજ તેમનું આકસ્મિક અવસાન થતા સમાજના નિયમો મુજબ તેમના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કરવાની જવાબદારી તેમની ત્રણ દીકરીઓ આરતીબેન મૌલિકભાઈ પાઠક, સીમાબેન આશુતોષભાઈ પાઠક તથા પારૂલબેન રાયજાદાએ ઉપાડી લીધી હતી.

ત્રણેય દીકરીઓએ પિતાના નશ્વર દેહને કાંધ આપી સિંધુનગર સ્મશાન ખાતે મુખાગ્નિ આપી તેમણે પિતાના આત્માને ગર્વ અને શાંતિથી ભરી દીધો હતો. તેમણે સમાજ માટે ઉદાહરણ પુરુ પાડ્યું છે કે, સંતાન દીકરો છે કે દીકરી તે મહત્વનું નથી ઉછેર અને સંસ્કાર કેવા મળે છે તે મહત્વનું છે.

Back to top button