ડાયાબિટીસના દર્દીઓ દવાઓ નહીં, આ પાંદડાવાળી શાકભાજી ખાવ
આજના યુગમાં ઝડપથી ફેલાતી અથવા તો એમ કહી શકાય કે લાઇફસ્ટાઇલના કારણે થતી સૌથી મોટી બિમારી ડાયાબિટીસ છે. આ બિમારીના વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થવાનુ ઓછુ થઇ જાય છે અથવા તો સાવ બંધ થઇ જાય છે. ઇન્સ્યુલિન એક એવુ હોર્મોન છે જે તમારા શરીરમાં ગ્લુકોઝને કન્ટ્રોલમાં કરવાનું કામ કરે છે. શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધવા લાગે છે, જેથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જન્મે છે.
નિષ્ણાતો ડાયાબિટીસના દર્દીઓને બ્લડ શુગર કન્ટ્રોલમાં રાખવાની સલાહ આપે છે. સાથે સાથે ડાયેટ અને એક્સર્સાઇઝનું ધ્યાન રાખવુ પણ ખુબ જરૂરી છે. ઠંડીની સીઝનમાં કેટલાક શાકભાજીનું સેવન કરવુ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે પાંદડાવાળા શાકભાજી બ્લડ શુગરને બહેતર રીતે કન્ટ્રોલ કરે છે.
ડાયાબિટીસથી બચવા માટે પાલક ખાવ
પાલક એક નોન સ્ટાર્ચ વાળી શાકભાજી છે. પાલકમાં સારી એવી માત્રામાં ફાઇબર હોય છે, જે બ્લડ શુગર લેવલને વધતા રોકે છે. પાલકમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ હોય છે. આ બધા પોલીફેનોલ્સ, વિટામીન સી અને એન્ટીઓક્સિડન્ટ ગુણનો ખજાનો છે. જે બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં સહાય કરે છે. પાલકમાં સારી માત્રામાં મેગ્નેશિયમ પણ હોય છે, જે ડાયાબિટીસના જોખમને ઘટાડે છે.
ડાયાબિટીસમાં કોબી ખાવ
ઠંડીમાં કોબી ખુબ જ થાય છે. તે હાઇ ફાઇબરથી ભરપુર શાકભાજી છે. આ શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ લાભદાયક છે. તેની હાઇ ફાઇબર સામગ્રી બ્લડ શુગર લેવલને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે છે. કોબી તમે સલાડ, સુપ કે શાકના રૂપમાં ઉપયોગમાં લઇ શકો છો.
કેળની ભાજી ખાવ
આ ભાજી કોબી પરિવારની જ કહેવાય છે. તેને સલાડના રૂપમાં વધુ ખાવામાં આવે છે. આ ભાજી ફાઇબરનો સારો સ્ત્રોત છે. તેને પચવામાં વધુ સમય લાગે છે. ધીમે ધીમે પચતી શાકભાજીનો ફાયદો એ હોય છે કે તે ઝડપથી મેટાબોલાઇઝ થતી નથી, તેનાથી બ્લડ શુગર લેવલ વધવાનો ખતરો હોતો નથી.
બ્રોકોલી ખાવાથી થશે ફાયદો
આ પાંદડાવાળી શાકભાજી તમારા બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. એક અભ્યાસ મુજબ અંકુરિત બ્રોકોલીનું સેવન કરવાથી ડાયાબિટીસ પીડિત લોકોમાં બ્લડ શુગર લેવલમાં ઘટાડો જોવા મળ્યો છે. આ શાકભાજીમાં સલ્ફોરાફેન મળી આવે છે, જે બ્લડ શુગર લેવલને ઘટાડે છે. આ રસાયણ કોબી પરિવારના ઘણા શાકમાં મળી આવે છે.
આ પણ વાંચોઃ અનુરાગ કશ્યપે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર ઉઠાવ્યા સવાલો : વિવેક અગ્નિહોત્રી સાથે છેડાયુ શાબ્દિક યુદ્ધ