ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી વિજયી થતાં નાસ્તાના વેપારી એ 1100 પાઉંભાજી ખવડાવી

Text To Speech

પાલનપુર : ડીસામાં નાસ્તાના વેપારીએ ચૂંટણી સમયે ભાજપ ના ઉમેદવાર પ્રવીણ માળી વિજયી થશે તો ગરીબોને 1100 પાઉંભાજી ખવડાવશે. અને જે વિજયી થતાં બુધવારે મોડી સાંજે ધારાસભ્ય ના હસ્તે પાઉંભાજી વિતરણ કરવામાં આવી હતી.

 

ગરીબ બાળકોને પાઉંભાજી વિતરણ કરવામાં આવી

ડીસાના એરપોર્ટ સર્કલ પાસે શીતલ માળીની નાસ્તા હાઉસની દુકાન આવેલ છે. જેમને નક્કી કર્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી સમયે ડીસા વિધાનસભા માં ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળી વિજયી થશે તો ગરીબોને 1100 પાઉંભાજી ખવડાવીશ.

જ્યારે ચૂંટણીના પરિણામ જ્યારે જાહેર થયા ત્યારે પ્રવીણભાઈ માળીનો વિજય થતાં નાસ્તા હાઉસના વેપારી શીતલભાઈ માળીએ બુધવારે સાંજે નવ નિર્વાચીન ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ના હસ્તે ગરીબોને પાઉંભાજી વિતરણ કરી હતી.

 

જે સમયે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રમભટ્ટ, સંજય ગેલોત સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે પાઉંભાજી વિતરણ કરવા બદલ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ શીતલભાઈ માળીનો આભાર વ્યક્ત કરેલ કર્યો હતો.

આ પણ વાંચો : પાલનપુરના સુભાષચંદ્ર બોઝ શોપિંગ સેન્ટરમાં પાર્કિંગ, શૌચાલયની સુવિધાનો અભાવ

Back to top button