ટોપ ન્યૂઝવર્લ્ડ

ટેક્સાસમાં 18 વર્ષીય વિદ્યાર્થીએ ગોળીબાર કરતા 18 બાળકો સહિત 21નાં મોત; રાષ્ટ્રીય શોક જાહેર

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકના ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં 18 વર્ષીય શૂટરે 18 બાળકો અને 3 શિક્ષકને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. 13 બાળકો, સ્કૂલના સ્ટાફ મેમ્બર્સ અને કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, આ હુમલાખોર જવાબી કાર્યવાહીમાં માર્યો ગયો છે. ટેક્સાસ પોલીસે જણાવ્યું કે, હુમલાખોર પોતાના વાહનમાંથી નીકળી સ્કૂલમાં પ્રવેશ્યો હતો. તેની પાસે એક હેન્ડગન અને એક રાઈફલ હતી.

​​​​​​​ટેક્સાસની સ્કૂલમાં ફાયરિંગની આ ઘટના કનેક્ટિકટમાં 2012માં થયેલા ફાયરિંગને મળતી આવે છે. કનેક્ટિકટના ન્યુટાઉનમાં સેન્ડી હૂક એલિમેન્ટરી હાઈસ્કૂલમાં 14 ડિસેમ્બર 2012ના રોજ 20 વર્ષીય યુવકે ગોળીબાર કર્યા હતા. આ હુમલામાં 26 લોકોનાં મોત થયા હતા અને જેમાં 20 બાળકો સામેલ હતા. આ અમેરિકાના ઈતિહાસનું સૌથી ભયાનક માસ શૂટિંગ હતું.

હુમલાખોર ઉવાલ્ડે હાઈસ્કૂલનો હતો પૂર્વ વિદ્યાર્થી
ટેક્સાસ પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરનું પણ જવાબી કાર્યવાહીમાં મોત થયું છે. અંધાધૂંધ ગોળીબાર કરનારો આ હુમલાખોર પણ ઉવાલ્ડે હાઈસ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી રહ્યો હતો.

Back to top button