ટોપ ન્યૂઝનેશનલ

બિહારમાં ઝેરીલો દારુ પીવાથી 39નાં મોત, RJDના મંત્રીનું વિવાદિત નિવેદન કહ્યું- પાવર વધારો, બધું જ સહન કરી લેશે

Text To Speech

પટનાઃ બિહારના છપરામાં નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. બુધવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ છપરા સદર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ઘણા લોકોની આંખોની રોશની ગુમાવવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

આવી સ્થિતિમાં જ્યાં બિહારના મુખ્યમંત્રી નકલી દારૂના મુદ્દે વિધાનસભામાં ગુસ્સે થયા હતા, ત્યાં હવે તેમના મંત્રી સમીર મહાસેઠે આ ઘટના અંગે વાહિયાત વાત કરી છે. એક રમતગમત કાર્યક્રમમાં પહોંચ્યા પછી, મહાગઠબંધન સરકારમાં RJDના મંત્રી સમીર મહાસેઠને લોકોના મૃત્યુ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું- રમતગમતથી પાવર વધારો- ઝેરીલી શરાબ પણ પચાવી લેશે.

તેઓ આટલેથી જ ન અટક્યા તેમણે વાણીવિલાસ કરતા વધુમાં કહ્યું કે- બિહારમાં મળનારો દારુ ઝેર છે અને આ ઝેરીલી શરાબ પીવા અને મરવાથી બચવું છે તો ઈમ્યુનિટી વધારો. આ પહેલાં ઝેરીલ શરાબથી મોતને લઈને પૂછવામાં આવેલા સવાલ પર ડેપ્યુટી CM તેજસ્વી યાદવે ભાજપ પર હુમલો કર્યો હતો.

RJD ધારાસભ્યએ પણ મજાક ઉડાવી
તો RJDના ધારાસભ્ય રામબલી ચંદ્રવંશીએ તો ઝેરીલી શરાબથી થયેલી મોતની મજાક ઉડાવી. તેમણે કહ્યું કે દારુથી લોકો મરી રહ્યાં છે, બીજી બીમારી અને બીજી દુર્ઘટનાથી પણ લોકો મરી રહ્યાં છે. મરવું-જીવવું કોઈ મોટી વાત નથી.

ઝેરીલો દારુ પીવાથી અનેકના મોત
ઝેરીલો દારુ પીવાથી બે ડઝનથી વધુ લોકોના મોત થયા છે, ત્યારે આ અંગે ત્યાંના લોકોને સવાલ કરવામાં આવ્યા તો તેમણે કહ્યું- સતત પી રહ્યાં હતા, મળી રહ્યો છે તો પી રહ્યાં છીએ. બધી જગ્યાએ મળે જ છે. લોકો આમ જ મરી રહ્યાં છે, મુખ્યમંત્રી તો કહે છે કે નથી મળતો. મુખ્યમંત્રી જ જાણે કે બંધ છે કે મળી રહ્યો છે, મળી રહ્યો છે ત્યારે જ તો લોકો પી-પીને મરી રહ્યાં છે. નોંધનિય છે કે બિહારમાં છેલ્લાં 6 વર્ષથી સંપૂર્ણપણે દારુબંધી છે.

Back to top button