ગુજરાત

આજે ગુજરાતના આ વિસ્તામાં કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Text To Speech

ગુજરાતના રાજ્યના વાતારણમાં પલટો આવતા છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ ગઈ કાલે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. એકબાજુ રાજ્યભરમાં ઠંડીની મૌસમ ચાલી રહી છે. ત્યારે ભર શિયાળે વરસાદ વરસી રહ્યો છે. તેમજ હજુ પણ બે દિવસ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

કમોસમી વરસાદ-HUM DEKHNGE NEWS
વાતારણમાં પલટો આવતા છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

આ પણ વાંચો: ગુજરાત: કાતિલ ઠંડી વચ્ચે હવે કમોસમી વરસાદની શક્યતા, આ દિવસોમાં થશે માવઠું

આ વિસ્તારોમાં વરસાદની આગાહી

દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી નજીક હિંદ મહાસાગરમાં લો પ્રેશર સક્રિય છે. જેના પગલે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, છોટા ઉદેપુર, અને ડાંગમાં કમોસમી વરસાદની શકયતા છે. જ્યારે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશેની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ઠંડીની સાથે વરસાદ, જાણો ક્યાં શહેરોમાં સ્વેટર સાથે છત્રીની પડશે જરૂર - humdekhengenews
બે દિવસ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી

હજુ બે દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં દક્ષિણ પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. ત્યારે શિયાળામાં બેવડી ઋતુનો એહસાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હજુ પણ બે દિવસ માવઠાની આગાહી છે.

Back to top button