પાલનપુર: ડીસાના ગાયત્રી મંદિર સામે દબાણો દૂર કરવા વેપારીઓની માંગ
- ગ્રીન હાઉસ શોપિંગ સેન્ટરનાં વેપારીઓ એ કરી માગ
- ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે જિલ્લા કલેકટર, પોલીસ મથકમાં રજૂઆત
પાલનપુર : ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણો રાફડો ફાટયો છે. જેના લીધે અનેક રોડ રસ્તાઓ સાંકડા બની ગયાં છે અને રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને શોપિંગ સેન્ટરોમાં પાર્કિગના અભાવે આડેધડ વાહનો પાર્ક કરવાની ફરજ પડી રહી છે. જ્યારે બીજી તરફ ગાયત્રી મંદીરની સામે આવેલ ગ્રીનહાઉસ શોપિંગ સેન્ટરનાં વેપારીઓ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
જેમાં શોપિંગ સેન્ટરનાં નીચેના ભાગમાં દુકાનદારો દ્વારા દુકાનોની આગળ નાસ્તાની લારીઓ ઉભી રાખવી તેમજ ફુટના દુકાનદારો દ્વારા દુકાનોની આગળ શેડ બનાવી દેવામાં આવતા શોપિંગનાં પ્રથમ માળે વેપાર ધંધો રોજગાર કરતાં વેપારીઓને મુશ્કેલીમાં મુકાયાં છે. અને શોપિંગ સેન્ટરની આગળ ગેરકાયદેસર લારી ગલ્લા સહીત શેડ બનાવી દબાણો દૂર કરવા માટે અગાઉ પણ જિલ્લા કલેકટર સહિત નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ પોલીસ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદીન સુધી કોઈ કાર્યવાહી ન કરાતાં આજે ફરીથી વેપારીઓ સાથે મળીને ડીસા શહેર પોલીસ અને જિલ્લા કલેકટર સહિત નેશનલ હાઇવે ઓથોરિટીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અને તાત્કાલિક અસરથી શોપિંગ સેન્ટરની આંગળ ગેરકાયદેસર દબાણો દૂર કરી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી રજુઆત કરતાં વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં અઠવાડિયામાં ત્રીજી વખત ચોરી, તસ્કરોએ આખોલ ચાર રસ્તાની દુકાનોને નિશાન બનાવી