ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યમાં યુરિયા ખાતરની અછત મામલે રાઘવજી પટેલે આપી પ્રતિક્રિયા, જાણો શુ કહ્યું…

Text To Speech

ગુજરાતમાં નવા નિમાયેલા મંત્રીઓ પોતાનો પદભાર સંભાળીને કામે પણ લાગી ગયા છે. ત્યારે નવી સરકારમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે ફરી એક વાર મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો. અને તેમણે કામની શરૂઆત પણ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં યુરિયા ખાતરના જથ્થાની અછત સર્જાઈ હોવાની વાતો વહેતી થઇ હતી. ત્યારે આ મામલે કૃષીમંત્રી રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપીને સ્પષ્ટતા કરી હતી.

રાઘવજી પટેલ-humdekhengenews

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમા યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાની વાતો ચર્ચાઈ રહી હતી. જેના કારણે ખાતર કેન્દ્રો પર ખેડૂતો લાંબી લાઇનો કરીને ખાતરની ખરીદી કરી રહ્યા હતા. તેમજ કેટલાક લોકો દ્વારા સરકારને ખાતરના જથ્થાને પુરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી માગ કરી રહ્યા હતા. ગઇ કાલે પંચમહાલ જિલ્લામાં ગુજરાત પ્રદેશ ભાજપના સભ્ય દ્વારા પત્ર લખીને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે પંચમહાલ જિલ્લામાં રવિ સિઝનમાં જરૂરિયાત મુજબનો ખાતરનો સ્ટોક ફાળવી આપવા રજૂઆત કરી હતી. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે આ મામલે સ્પષ્ટતા કરી હતી. અને રાજ્યમા યુરિયા ખાતરનો જથ્થો પુરતા પ્રમાણમાં હોવાનું જણાવ્યું હતું.

યુરિયા ખાતરની અછત મામલે આપી પ્રતિક્રિયા

રાઘવજી પટેલે જણાવ્યું હતુ કે રાજ્યમાં રવિ સિઝનની જે યુરિયા ખાતરની માગ અને જરૂરિયાત હતી તે માગ મુજબનો ખાતરનો જથ્થો કેન્દ્ર સરકારના રાસાયણિક વિભાગે અમને ફાળવી દીધો છે. અને પંચમહાલ જીલ્લામાં યુરિયા ખાતરની કમી છે તે વાત સાવ પાયાવિહોણાની છે. અત્યારે પંચમહાલ જિલ્લા 6 હજાર મેટ્રીક ટન યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. કમોસમી વરસાદને કારણે ખેડુતોને નુકશાન થયો હોય તેવા વિસ્તારોમાં જિલ્લા ખેતીવાડી અધિકારી અને ખેતી નિયામક ને સુચના આપી છે કે જે વિસ્તારોમાં કમોસમી વરસાદનું માવઠું થયું હોય તે વિસ્તારમાં તે સ્થિતિની તપાસ કરીને તાત્કાલિક સરકારને રજૂઆત કરવી

પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. તેના કારણે ખેડૂતોને રવિ પાકમાં નુકશાન થવાની ભીતિ સતાવી રહી છે. ત્યારે આ મામલે સરકાર વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સર્વે કરી વળતર આપે તેવી માગ ઉઠી રહી છે.

Back to top button