ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

સંયુક્ત રાષ્ટ્રએ ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટની કરી પ્રશંસા : વિશ્વની 10 મોટી પહેલોમાં સામેલ

Text To Speech

ભારત સરકારે વર્ષ 2014માં ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. કારણ કે જળવાયુ પરિવર્તન, વસ્તી વૃદ્ધિ, પ્રદૂષણમાં વધારો, ઔદ્યોગિકીકરણ અને સિંચાઈ જેવા કારણોના લીધે ગંગાને નોંધપાત્ર નુકસાન થતું હતું, તેથી ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટની તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રએ પ્રશંસા કરી છે, જેની જાણકારી ‘નમામિ ગંગે’ના ઓફિશિયલ ટ્વિટર પર કરવામાં આવી છે.

આ પણ વાંચો : ઈમરાન ખાન પર હુમલો કરનાર આરોપી વધુ 10 દિવસ કસ્ટડીમાં

વિશ્વના ટોપ 10 ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રયાસોમાં નમામિ ગંગે પ્રોજેક્ટને સ્થાન મળ્યુ

પવિત્ર નદી ગંગાને સાફ કરવા માટે 2014માં ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ આજે પણ વિશ્વમાં ધૂમ મચાવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ તાજેતરમાં પ્રાકૃતિક વિશ્વને પુનઃસ્થાપિત કરવાના 10 ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રયાસોમાં નમામિ ગંગે પ્રોજેક્ટને સ્થાન આપ્યુ છે. સંયુક્ત રાષ્ટ્ર જૈવવિવિધતા પરિષદ (COP15) દરમિયાન આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે, ઉપરાંત ‘નમામિ ગંગે’ના ઓફિશિયલ ટ્વિટર પર પણ આ ઉપલબ્ધિની જાણ કરવામાં આવી છે.

કેમ શરુ કરાયો ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ ? 

ઉલ્લેખનીય છે કે, હવામાન પરિવર્તન, વસ્તી વૃદ્ધિ, પ્રદૂષણમાં વધારો, ઔદ્યોગિકીકરણ અને સિંચાઈના કારણે હિમાલયથી બંગાળની ખાડી સુધી 2,525 કિલોમીટર સુધી ફેલાયેલા ગંગા ક્ષેત્રને નોંધપાત્ર નુકસાન થતું હતુ, તેથી ભારત સરકારે વર્ષ 2014માં ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રની માન્યતા મળ્યા પછી, નમામિ ગંગે પ્રોજેક્ટને ગંગા નદીના સંરક્ષણ અને તેની જૈવવિવિધતાને બચાવવા માટે સમર્થિત પ્રમોશન, કન્સલ્ટન્સી અને દાન પણ મળતુ હતુ.

Namami Gange - Hum Dekhenge News
‘Namami Gange’ Project
Back to top button