કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ આજે રાજ્યસભામાં કહ્યુ કે વિવિધ હાઇવે પર વાહનોની નવી સ્પીડ લિમિટ અંગે ખુબ જ જલ્દી નિર્ણય લેવાશે. ગડકરીએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પુરક સવાલના જવાબમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય નિયમના આધારે અને રાજ્ય સરકારોને વિશ્વાસમાં લઇને ટુ લેન અને ફોર લેન સહિત વિવિધ હાઇવે પર નવી સ્પીડ લિમિટનો નિર્ણય ખુબ જ જલ્દી લેવાશે.
તેમણે અફસોસ પણ વ્યક્ત કર્યો કે માર્ગ અકસ્માતોની બાબતમાં ભારત દુનિયામાં સૌથી આગળ છે અને અહીં દર વર્ષે પાંચ લાખ દુર્ઘટનાઓ થાય છે. તેમણે કહ્યુ કે આ દુર્ઘટનાઓમાં જેટલા લોકો મૃત્યુ પામે છે તેટલા કોઇ મહામારી કે લડાઇ-ઝઘડામાં પણ મૃત્યુ પામતા નથી.
ગડકરીએ કહ્યુ કે સરકાર એવી દુર્ઘટનાઓ પર કાબુ મેળવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે અને લોકોની વચ્ચે જાગૃતિ આવે તેવા પગલાં પણ ભરાઇ રહ્યા છે. આ માટે જાણીતી હસ્તીઓનો સહયોગ પણ લેવાઇ રહ્યો છે.
નવા રસ્તાઓથી થશે આ ફાયદા
સરકાર નવા ઉચ્ચ-સ્તરીય રસ્તાઓ બનાવી રહી છે. જેમાં કેટલાય શહેરોની વચ્ચેનું અંતર ઘટી જશે. નવા રસ્તાઓ બન્યા બાદ દિલ્હીથી ચંદીગઢનુ અંતર ઘટીને અઢી કલાક અને દિલ્હીથી જયપુર, દહેરાદુ અને હરદ્વારનું અંતર બે કલાકનું થશે.
આ પણ વાંચોઃ બગડશે કોમનમેનનું બજેટઃ ઘઉંના ભાવમાં થઇ શકે છે આટલો વધારો