તવાંગ અથડામણ મામલે વિપક્ષે સરકારને ઘેરી, મલ્લિકાર્જુન ખડગેને બીજેપી સાંસદે આપ્યો વળતો જવાબ
તવાંગમાં ચાલી રહેલી અથડામણને લઈને રાજકીય ખેંચતાણ ચાલુ થઇ ગઇ છે. મલ્લિકાર્જુન ખડગે દ્વારા વિરોધ પક્ષોની બેઠક બોલાવવામાં આવી હતી. અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં છેલ્લા કેટલાક સમયથી ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ અંગે ગૃહમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને આજે ભાજપ દ્વારા તેમના આ સવાલોનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો.
સંસદમાં શિયાળું સત્ર શરૂ થઇ ગયું છે. અને આ સત્રની બેઠકોમાં વિપક્ષ દ્વારા તવાંગ અથડામણ મામલે સત્તા પક્ષને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સત્તા ભાજપ પણ આ મામલે વળતો જવાબ આપી વિપક્ષની બોલતી બંધ કરવાનો પ્રયત્નો કરી રહ્યું છે. સંસદ શિયાળુ સત્રમાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચેના તવાંગ અથડામણમામલે ભાજપ પર આરોપ લગાવ્યા, તો સામે બીજેપીએ પણ આપ્યો વળતો જવાબ આપ્યો હતો.
તવાંગ અથડામણ મામલે વિપક્ષે સત્તા પક્ષને ઘેરી
વિપક્ષે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણને લઈને સંસદમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આ મુદ્દે બોલવા માંગતા હતા, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર હરિવંશે તેમને મંજૂરી આપી ન હતી. તેમણે કહ્યું કે, અગાઉથી નોટિસ આપવામાં આવી નથી. ખડગેનું કહેવું છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહે ગૃહમાં આપેલા નિવેદનમાં ઘણી બાબતો છુપાવવામાં આવી છે. એટલા માટે કોંગ્રેસ ઈચ્છે છે કે, ગૃહમાં આ અંગે ચર્ચા થવી જોઈએ. આના પર વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું. આ મામલે ભાજપના સાંસદ પરવેશ વર્માનું કહેવું છે કે, સંસદમાં આંતરિક સુરક્ષા સાથે જોડાયેલી રણનીતિ પર ચર્ચા થતી નથી, જો વિપક્ષને તવાંગ મુદ્દે કોઈ માહિતી જોઈતી હોય તો સમય કાઢીને રક્ષા મંત્રીને મળીને માહિતી મેળવો.
બેઠકમાં 17 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કોલ પર વિપક્ષી પાર્ટીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મુખ્ય વિરોધ પક્ષોના સાંસદોએ હાજરી આપી હતી. જેમાં ભારત-ચીન સરહદ વિવાદ પર તમામ પક્ષોએ મળીને ગૃહમાં સરકારને કેવી રીતે ઘેરવી જોઈએ તે અંગે ચર્ચા થઈ હતી. મલ્લિકાર્જુન ખડગે દ્વારા બોલાવવામાં આવેલી તમામ 17 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. જો કે, ન બોલાવવાને કારણે, ખડગેની બેઠકમાં મુખ્ય વિપક્ષી દળો TMC, BSP અને BJDમાંથી કોઈ નહોતું.
આ પણ વાંચો :નવી સરકારની રચના થતા જ યુવરાજસિંહે યાદ કરાવ્યું પેપર લીક કૌભાંડ, ટ્વિટ કરી કર્યા સવાલ