ગુજરાત ચૂંટણીમાં ભાજપની જીતનો સમગ્ર શ્રેય પીએમ મોદીએ આ નેતાને આપ્યો
ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની બેઠક બુધવારે સંસદના શિયાળુ સત્ર વચ્ચે યોજાઈ હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત પક્ષના સાંસદોએ ભાગ લીધો હતો. આ દરમિયાન, ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતનો શ્રેય કોને મળવો જોઈએ તે જણાવ્યુ હતુ. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીતનો આ વખતે ગૃહમંત્રી અમિત શાહને આપવાના બદલે આ નેતાને આપ્યો છે.
ગુજરાતની જીતનો શ્રેય આ 2 લોકોને આપ્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પીએમ નરેન્દ્ર મોદીની જીત પર પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોએ ભલે તાળીઓ અને નારા લગાવ્યા હોય, પરંતુ પીએમ મોદીએ પોતે આ જીતનો શ્રેય લીધો ન હતો. બીજેપી સંસદીય દળને સંબોધતા પીએમ મોદીએ ગુજરાતની જીતનો શ્રેય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલને આપ્યો.
આ સાથે પીએમ મોદીએ જીતનો ત્રીજો શ્રેય પાર્ટી કાર્યકર્તાઓને આપ્યો. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ બેઠક બાદ કહ્યું, ‘પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જો કોઈને શ્રેય આપવો હોય તો તે ગુજરાતના બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગુજરાતના બીજેપી કાર્યકરોને આપવો જોઈએ. પીએમએ કહ્યુ હતુ કે કાર્યકર્તાઓના બળ પર આપણે ચૂંટણી જીતી શકીયા છીએ.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે 40.36 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત વૈષ્ણોદેવી અંડરપાસનું લોકાર્પણ કર્યુ
7 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુ સત્ર
સંસદના શિયાળુ સત્રનો 7મી ડિસેમ્બરથી આરંભ થઈ ગયો છે, જે 29 ડિસેમ્બર સુધી યોજાશે. પ્રથમ દિવસે લોકસભા સત્ર દરમિયાન મૃત્યુ પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. તો વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સંસદને સંબોધિત કર્યું હતું. કેન્દ્ર સરકારના એજન્ડામાં 16 નવા બિલનો સમાવેશ થાય છે.