કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

“પક્ષ છોડીને તમારે ક્યાય નથી જવાનું”, આપના MLAને લોકોએ લેવડાવ્યું વચન

ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં હાઇવોલ્ટેજ ડ્રામાં જોવા મળ્યો હતો. આ વખતની ચૂંટણી ભારે રસાકસી બાદ ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી હતી. ત્યારે ભૂતપ ભાયાણીએ નિવેદન આપીને તેઓએ આપમાં છોડીને જવાની ના પાડી હતી. ત્યારે આજે લોકોએ તેમણે પક્ષ ન છોડવા માટે વચનબદ્ધ કર્યા હોવાની સામે આવી રહ્યું છે.

ભૂપત ભાયાણીએ આપ્યું નિવેદન

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આપને છોડીને ભાજપમાં જશે તેવી અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી.ત્યારે અને આ અટકળોનો અંત લાવવવા માટે વિસાવદરના આપના ધારાસભ્યએ ભાજપમાં જોડાવા અંગે નિવેદન પણ આપ્યું હતું કે, ‘હું આમ આદમી પાર્ટીમાં જ છું અને ત્યાં જ રહીશ. હું કોઇપણ અન્ય પાર્ટીમાં જવાનો નથી. ત્યારે આજે મતદારોએ પણ જનાદેશ કરતા સંભળાવી દીધું હતુ કે, તમારે તમારા પાંચ વર્ષ પહેલા ક્યાંય નથી જવાનું.’

ભૂપત ભાયાણી-humdekhengenews

મતદારોએ ધારાસભ્યને પક્ષ છોડવાની ના પાડી

વિસાવદના ભૂપત ભાયાણીને તેમના સેવા કર્યોને લીધે લોકોએ જંગી લીડથી જીતાડ્યા છે. તેમના ભાજપમાં જવા અંગેની એટકળો વહેતી થતા આપમાંથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી સામે મતદારોનો ભારે રોષ છવાયો હતો. તેમને ધારાસભ્યને પારખું જણાવી દીધું હતુ કે, ‘તમારે પાંચ વર્ષ સીધું ક્યાંય નથી જવાનું’ મળતી માહિતી પ્રમાણે, મતદારોએ ધારાસભ્ય પાસેથી વચન પણ લઇ લીધું કે, તમે ક્યાંય નહીં જાવ. એક મતદારે તો એવું પણ કહી દીધું કે, તમે અન્ય પાર્ટીમાં જોડાવાના નથી એવું કહી દો એટલે અમે શાંતિથી સૂઇ શકીએ.

જાણો કોણ છે ભૂપત ભાયાણી

વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બનેલા ભુપત ભાયાણી એક સમયના આ વિસ્તારમાં ભાજપના દિગ્ગજ અને કદાવર નેતા તરીકે જાણીતા હતા.પરંતુ કોઈ કારણોસર ભાજપ છોડી તેઓ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના પરિવર્તનના વિચારોથી પ્રભાવિત થઈ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીમાં ગયા પછી પોતે વિધાનસભાની ચૂંટણી પહેલા જ લોક સંપર્ક વધારી આમ આદમી પાર્ટીના વિચારો લોકોને સમજાવ્યા હતા.આમ આદમી પાર્ટીએ તેમનું પ્રબળ નેતૃત્વ જોઈ તેમને વિસાવદર વિધાનસભાની ટિકિટ આપી હતી અને ભૂપત ભાયાણીએ આ બેઠક પર જંગી બહુમતીથી જીત મેળવી હતી કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી. તેઓ આ વિસ્તારમાં 108ની છાપ ધરાવે છે. તેમણે આ વિસ્તારમાં લોકોની મદદ કરીને લોકોમાં પોતાની આગવી છાપ ઉભી કરી દીધી છે.

આ પણ વાંચો :સંસદ ભવનમાં PM મોદીનું શાનદાર સ્વાગત, સાંસદોએ લગાવ્યા ” સ્વાગત હૈ ભાઈ સ્વાગત હૈ” ના નારા

Back to top button