એજ્યુકેશનગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલે 40.36 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત વૈષ્ણોદેવી અંડરપાસનું લોકાર્પણ કર્યુ

Text To Speech

ગુજરાત અમદાવાદના એસ.પી રીંગ રોડ ખાતે નવનિર્મિત વૈષ્ણોદેવી જંકશન પર 6 લેનનો અંડરપાસનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ છે. ત્યારે આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રુ. 40.36 કરોડના ખર્ચે બનેલા અંડરપાસનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ છે. જે હવે અમદાવાદના અતિ વ્યસ્ત જંકશન પર ટ્રાફિકની સમસ્યામાં મદદ મળશે. ત્યારે ગતરોજને સરકાર સત્તામાં આવી હતી જે બાદથી એક્શનમાં આવીને કામની શરુઆત કરી દીધી છે. જેને લઈને ગતરોજને વૈષ્ણોદેવી જંકશન પર 6 લેનનો અંડરપાસનુ લોકાર્પણ કરવામાં આવશેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અમદાવાદીઓને સરકાર તરફથી આ વર્ષે વધુ એક ભેટ મળી છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિકને લઈને સમસ્યા રહેતી હોય છે ત્યારે આજે મુખ્યમંત્રીએ અમદાવાદના વૈષ્ણોદેવી જંક્શન પર નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ કર્યુ છે. આ અંડર પાસ 40 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જેની લંબાઈ 720 મીટર અને પહોળાઈ23 મીટર છે. આ અંડરપાસ બનતા દૈનિક ઘોણે અંદાજ 50 હજારથી વધુ રાહદારીઓને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે.

આ પણ વાંચો: અમદાવાદ એલજી મેડિકલ કોલેજનું નામ બદલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવ્યું

ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી જણાવ્યું કે, વડાપ્રધાનએ છેવાડાના માનવી સહિત સૌના સાથ, સૌના વિકાસની નેમથી ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની જે નેમ રાખી છે તેમાં વિકસીત ગુજરાતના નિર્માણથી આપણે લીડ લેવાની છે. તેમણે કહ્યું કે, આદરણીય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના સંસદીય મત ક્ષેત્રમાં આ વિકાસ કાર્યનું લોકાર્પણ વિશેષ આનંદની વાત છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના આ સંસદીય મતવિસ્તારને ભારતનો સર્વશ્રેષ્ઠ અને વિકસીત વિસ્તાર બનાવવાની નેમ રાખી છે.

Back to top button