ટોપ ન્યૂઝનેશનલ

સંસદ ભવનમાં PM મોદીનું શાનદાર સ્વાગત, સાંસદોએ લગાવ્યા ” સ્વાગત હૈ ભાઈ સ્વાગત હૈ” ના નારા

Text To Speech

ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ આજે ભાજપ સંસદીય દળની બેઠક સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં યોજવામાં આવી હતી. સંસદના શિયાળુ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ભાજપના સાંસદોને સંબોધિત કર્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

 વડાપ્રધાન મોદી -humdekhengenews

વડાપ્રધાન મોદીના સ્વાગતમાં લાગ્યા નારા

ગુજરાતમાં ભાજપે ભવ્ય જીત મેળવ્યા બાદ આજે સંસદીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમિતશાહ, રાજનાથ સિંહ સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓ અને સંસંદના બંન્ને ગૃહોના તમામ ભાજપના સાસંદો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં PM મોદીના આગમન સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં તેમના સ્વાગત વખતે ” સ્વાગત હૈ ભાઇ સ્વાગત હૈ, મોદીજી કા સ્વાગત હૈ” ના નારા લગાવી, ભાજપના સાંસદોએ વડાપ્રધાન મોદીના આગમનને તાળીઓથી વધાવી લીધું હતું.

સાસંદોએ જીત બદલ PM મોદીને પાઠવી શુભેચ્છા

ગુજરાત વિધાનસભાની અત્યાર સુધીની સૌથી મોટી જીતને ધ્યાને રાખીને સંસદીય બેઠકમાં ભાજપના તમામ સાંસદો વતી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વડાપ્રદાન મોદીનું સ્વાગત કર્યું હતું અને આટલી વિશાળ જીત બદલ તેમને આભાર વ્યક્ત કર્યો હતો.

7 ડિસેમ્બરથી શરૂ થયેલ સંસદનું શિયાળુ સત્ર 28 ડિસેમ્બર સુધી ચાલશે

ઉલ્લેખનિય છે કે, સંસદના શિયાળુ સત્રનો 7મી ડિસેમ્બરથી આરંભ થઈ ગયો છે, જે 29 ડિસેમ્બર સુધી યોજાશે. પ્રથમ દિવસે લોકસભા સત્ર દરમિયાન મૃત્યુ પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. તો વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સંસદને સંબોધિત કર્યું હતું. કેન્દ્ર સરકારના એજન્ડામાં 16 નવા બિલનો સમાવેશ થાય છે.

 આ પણ વાંચો :પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ, આ છે સમગ્ર કાર્યક્રમ

Back to top button