ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs BAN TEST: ભારતને પહેલો ફટકો, મોટો સ્કોર કરવાનો ટીમનો ઈરાદો

Text To Speech

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચિત્તાગોંગમાં રમાઈ રહી છે. આજે સ્પર્ધાનો પ્રથમ દિવસ છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. કે.એલ રાહુલ અને શુભમન ગિલે મેચની દમદાર જોડી સારુ પ્રદર્શન કરી રહી હતી. પરંતુ, 20 રન બનાવી શુભમન ગિલે પોતાની વિકેટ ગુમાવી દીધી છે. એ પછી પીચ પર રાહુલનો સાથ આપવા માટે હવે ચેતેશ્વર પૂજારા આવ્યા છે. 15 ઓવરના અંતે ભારતીય ટીમે 1 વિકેટના નુકસાન સામે 41 રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં જ મોટો સ્કોર કરીને બાંગ્લાદેશને દબાણમાં લાવવા ઈચ્છશે. સ્પિન બોલરોને મેચના ત્રીજા અને ચોથા દિવસે પિચમાંથી વધુ મદદ મળી શકે છે.

વનડે શ્રેણીમાં હાર બાદ ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી પોતાના નામે કરવા માંગશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી પણ આ શ્રેણી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ટીમ ઇન્ડિયા બંને મેચ જીતીને ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માંગશે.

ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામના ઝહુર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈજાગ્રસ્ત રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલ કેપ્ટનશીપ કરી રહ્યો છે.

કેએલ રાહુલ ટેસ્ટ ક્રિકેટમાં બીજી વખત ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે. પ્લેઇંગ 11માં ત્રણ સ્પિનરો અને બે ઝડપી બોલરોને તક મળી છે. ઝાકિર હસને બાંગ્લાદેશ તરફથી ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી હતી.

Back to top button