ટ્રેન્ડિંગસ્પોર્ટસ

પાકિસ્તાની ચાહકોએ કોહલીએ એશિયા કપ રમવા પાકિસ્તાન આવવા માટે કરી વિનંતી, ફોટો થયો વાયરલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપને લઈને વિવાદ વકર્યો છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક તસવીર ઘણી વાયરલ થઈ રહી છે, જેમાં પાકિસ્તાનનાં બે ક્રિકેટ ફેન્સ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પાકિસ્તાન આવવાની વિનંતી કરી રહ્યા છે. જેને લઈને આ મામલો ફરીથી ગરમાયો છે.

આ પણ વાંચો ; ધોનીએ ફેન્સને આ સ્ટાઈલમાં આપ્યો ઓટોગ્રાફ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

હકીકતમાં, BCCI સેક્રેટરી જય શાહે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાન 2023 એશિયા કપની યજમાની નહીં કરે, તેથી એશિયા કપને તટસ્થ સ્થળ પર શિફ્ટ કરવામાં આવશે. ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ ધમકી આપી હતી કે જો ભારત પાકિસ્તાન નહીં આવે તો તેમની ટીમ પણ આવતા વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે તેમના દેશમાં નહીં જાય.

BCCI and PCB - Hum Dekhenge News
BCCI and PCB

પાકિસ્તાની ચાહકોએ કોહલીને કરી અપીલ 

જો કે આ વિવાદો વચ્ચે પાકિસ્તાનના ફેન્સે વિરાટ કોહલી માટે એક ખાસ સંદેશ આપ્યો છે. પાકિસ્તાનમાં પણ કોહલીની ઘણી ફેન ફોલોઈંગ છે. જેથી હાલમાં મુલ્તાન ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં, બે ચાહકો બે પ્લેકાર્ડ સાથે પહોંચ્યા હતા, જેમાં વિરાટ કોહલી માટે સંદેશ લખવામાં આવ્યો હતો. પાકિસ્તાની ચાહકોએ લખ્યું- હેલો કિંગ કોહલી! તમે પાકિસ્તાન આવો અને એશિયા કપ રમો. અમે તમને કિંગ બાબર કરતા પણ વધુ પ્રેમ આપીશું.

વિશ્વ કપને લઈને રમત મંત્રીનું નિવેદન

અગાઉ પીસીબીના નિવેદન બાદ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ભારત તમામ ટીમો સાથે 2023 ODI વર્લ્ડ કપની યજમાની કરશે. તેણે કહ્યું- આ BCCIનો આંતરિક મામલો છે અને તેઓ આ મુદ્દાને સમજદારીથી હેન્ડલ કરશે. અમે પ્રથમ વર્લ્ડ કપનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે અને તમામ ટીમોએ ખુશીથી ભાગ લીધો હતો. અમે આવતા વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરીશું અને તેમાં તમામ ટીમો રમશે.

રોજર બિન્નીએ શું કહ્યું?

BCCI પ્રમુખ રોજર બિન્નીએ પણ કહ્યું કે એશિયા કપ 2023 માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો નિર્ણય બોર્ડનો નથી, પરંતુ તેઓ સરકારના નિર્ણય પર આધાર રાખશે. બિન્નીએ કહ્યું- આ અમારો કોલ નથી. અમે કહી શકતા નથી કે અમારી ટીમ ક્યાં જશે. જો આપણે દેશ છોડીને જઈએ કે અન્ય દેશો અહીં આવે તો અમારે સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે. અમે આ નિર્ણય જાતે લઈ શકતા નથી, તેથી એશિયા કપ 2023 માટે પણ અમારે સરકાર પર વિશ્વાસ કરવો પડશે.

Back to top button