અમદાવાદગુજરાત

વાઈબ્રન્ટ ગુજરાત સાથે કાંકરિયા કાર્નિવલને લઈને પ્રશાંસનનો મહત્વનો નિર્ણય

Text To Speech

કોરોનાના કપરા કાળ બાદ ત્રણ વર્ષ પછી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે પ્રશાસને કાંકરિયા કાર્નિવલને લઈને અલગ અલગ કામગીરીઓની તૈયારી પણ શરુ કરી દીધી છે. ત્યારે બે વર્ષ સુધી કોરોના અને ગત વર્ષે તમામ કાર્યક્રમો રદ્ હોવાના કારણે કાર્નિવલ યોજાયો ન હતો. જે બાદ વાઈબ્રન્ટ ગુજરાતને હાલ પુરતો સ્થગિત કરવામાં આવ્યો છે જો કે કાંકરિયા કાર્નીવલ આ વર્ષે 25 થી 31 ડિસેમ્બર સુધીયોજાશે.

વાઈબ્રન્ટ ગુજરાત-HUM DEKHNGE NEWS
વાઈબ્રન્ટ ગુજરાતને હાલ પુરતો સ્થગિત

આ પણ વાંચો: અમદાવાદ એલજી મેડિકલ કોલેજનું નામ બદલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવ્યું

ત્રણ વર્ષ બાદ યોજાશે કાર્નિવલ

ગુજરાતના અમદાવાદ ખાતે યોજાતો કાકરીયા કાર્નિવલ જે હજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે યોજાતો કાંકરિયા કાર્નિવલ છેલ્લા ત્રણ વર્ષથી યોજાયો ન હતો. ત્યારે દરવર્ષે હજારો લોકો કાર્નિવલમાં ભાગ લેતા હોય છે અને તેનો નજારો માણતા હોય છે ત્યારે કોરોના કાળ બાદ આ વખતે પ્રશાસ કાર્નિવલની તૈયારીમાં લાગી ગયુ છે ત્યારે આ વખતે તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્નીવલ યોજાશે.

કાંકરિયા કાર્નીવલ -HUM DEKHNGE NEWS
આ વર્ષે 25 થી 31 ડિસેમ્બર કાંકરિયા કાર્નીવલ યોજાશે.

કાંકરિયા કાર્નિવલની વિશેષતા

કોર્પોરેશ ધ્વારા અમદાવાદમાં દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કાર્નિવલને લઈને તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલ પાંચથી છ દિવસનો શો હોય છે. જેમાં હવે કાંકરિયા તળાવ ખાતે કાર્નિવલની ધમાકેદાર શરૂઆત થતી હોય છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક અને સંગીતના કાર્યક્રમો, લોકનૃત્યો, હોર્સ અને ડોગ શો, આતશબાજી, શિપ લાઇટિંગ, રોક બેન્ડસ, ફૂડ ફેસ્ટિવલ જેવા ભાતીગળ કાર્યક્રમો યોજાય છે. દર વર્ષે સરેરાશ રપ લાખથી વધુ લોકો આ કાર્નિવલનો આનંદ માણે છે.

Back to top button