ફેફસાને ડિટોક્સ કરવા ઇચ્છો છો? તો આ રીતે કરો ગોળનું સેવન


દિલ્હી અને મુંબઇ જેવા મોટા શહેરોમાં પ્રદુષણ ખુબ જ ઝડપથી વધી રહ્યુ છે. આ શહેરોમાં પ્રદુષણનું લેવલ ખતરાના નિશાન પર છે. પ્રદુષણનું વધવુ દરેક પ્રકારે આરોગ્ય માટે ખતરનાક છે. ઉપરથી ઠંડીની સીઝન ચાલી રહી છે. આ સિઝનમાં ઇમ્યુનિટી નબળી પડે છે. કોઇ પણ વ્યક્તિ સરળતાથી સંક્રમણની ઝપટમાં આવી જાય છે. લોકો પ્રદુષણ અને ઠંડીનો બેવડો માર સહન કરી રહ્યા છે.
આવા સમયે આરોગ્ય નિષ્ણાતો ઠંડી અને પ્રદુષણને ફેફસા માટે સૌથી વધુ ખતરનાક ગણાવે છે. તેના લીધે ફેફસા અને શ્વાસ સાથે જોડાયેલી ઘણી ગંભીર સમસ્યાઓ થાય છે. ફેફસામાં ગંદકી ભરાવાથી શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. જો ધ્યાન આપવામાં ન આવે તો અસ્થમા. સીઓપીડી, ન્યુમોનિયા, ફેફસાનું કેન્સર, ઇન્ફેક્શન, ફેફસામાં પાણી ભરાવું જેવી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે.
ફેફસાને સાફ કરવાનો ઉપાય શું છે?
જો તમે પ્રદુષિત શહેરમાં રહો છો તો તમારે ફેફસા પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ખાણી-પીણીમાં બદલાવ કરીને તમે તમારા ફેફસાને સ્વસ્થ રાખી શકો છો. તમારે એક નાનકડુ કામ કરવાનું છે. તમારે તમારા આહારમાં ગોળને સામેલ કરવાનો છે.
ફેફસા માટે રક્ષાકવચ છે ગોળ
ગોળ ફેફસા માટે રક્ષાકવચનું કામ કરે છે. ગોળ એક નેચરલ સ્વીટનર કહેવાય છે. તેના સેવનથી અગણિત ફાયદા થાય છે, પરંતુ જ્યારે શ્વાસ કે ફેફસા સાથે જોડાયેલા વિકારોની વાત આવે છે તો તે એક અસરદાર ટોનિકની જેમ કામ કરે છે.
ફેફસાને અંદર સુધી સાફ કરે છે
ગોળ એક એવો ખાદ્યપદાર્થ છે જે ફેફસાને અંદર સુધી સાફ કરે છે કેમકે તેમાં કાર્બનના કણોને બદલવાની ક્ષમતા હોય છે. જે તમારા ફેફસાની એલ્વિયોલીમાં ફસાઇ શકે છે. તે ફેફસામાં જમા પ્રદુષણ બહાર કાઢે છે.
ફેફસાની અન્ય બિમારીઓથી બચાવે છે
ગોળ ફેફસાને સાફ કરીને બ્રોંકાઇટિસ, ગભરામણ, અસ્થમા અને અન્ય શ્વાસ સંબંધિત વિકારોથી તમારી રક્ષા કરે છે. આજ કારણ છે કે કોલસા ખનન કે ધુળ-માટી જેવી જગ્યાઓ પર કામ કરનારા લોકોને ખાવામાં ગોળ અપાય છે.
ગોળ કેવી રીતે ખાવો ફાયદાકારક
ડાયેટિશિયન કહે છે કે તમે ગોળની ચા પી શકો છો. તેના કારણે તમે ખાંડ દ્વારા થતી બિમારીઓથી બચી જાવ છો. બીજી રીત એ છે કે તમે ગોળ, ઘી અને મરીના લાડુ બનાવીને તેને ખાઇ શકો છો. ત્રીજી રીત એ છે કે તમે ગોળ સીધો પણ ખાઇ શકો છો. હંમેશા કેમિકલ ફ્રી ગોળનો પ્રયોગ કરો. બાળકોને પણ ખાવામાં એજ ગોળ આપો.