ઓસ્ટ્રેલિયામાં પોલીસની ટીમ પર હુમલો, કુલ છ લોકોનાં મોત
ઓસ્ટ્રેલિયા : ઓસ્ટ્રેલિયામાં ગુમ થયેલી વ્યક્તિની ફરિયાદના આધારે વ્યક્તિની શોધખોળ કરવા માટે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આ દરમ્યાન ગુમ થયેલી વ્યક્તિને શોધી રહેલી પોલીસની ટીમ પર બે હુમલાખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં એક અધિકારીને ગોળી વાગી હતી અને એક અધિકારીએ જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.અને આ હુમલામાં 2 અધિકારી સહિત કુલ છ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
વધુ વિગતમાં પોલીસે જણાવ્યું હતું કે સોમવારે સાંજે 5.45 વાગ્યે હિંસા ફાટી નીકળી હતી જ્યારે ચાર અધિકારીઓ ક્વીન્સલેન્ડ રાજ્યમાં દૂરસ્થ મિલકત પર પહોંચ્યા હતા. આ દરમ્યાન ઓછામાં ઓછા બે હુમલાખોરોએ વિમ્બિલાના ગ્રામીણ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહી કરી પરંતુ બે અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા અને સ્થળ પર જ મૃત્યુ પામ્યા. સ્થળ પર હાજર અન્ય એક વ્યક્તિનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું. આ દરમ્યાન એરફોર્સને મદદ માટે બોલાવવામાં આવ્યા અને સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું.
આ પછી રાત્રે લગભગ 10.30 વાગ્યા પછી પણ ઓસ્ટ્રેલિયા પોલીસ સાથેનાં બીજા એન્કાઉન્ટરમાં બે પુરુષ અને એક મહિલા માર્યા ગયા હતા. તાજેતરના સમયમાં એક જ ઘટનામાં માર્યા ગયેલા લોકોની આ સૌથી વધુ સંખ્યા છે. ક્વીન્સલેન્ડ પોલીસ અધિકારીઓના પરિવારો અને મિત્રો માટે હૃદયદ્રાવક દિવસ જેમણે ફરજ પર પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો : તવાંગમાં હિંસક અથડામણ પર ચીનનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું…