ટ્રેન્ડિંગમનોરંજનસ્પોર્ટસ

સામે આવી આથિયા અને કે એલ રાહુલના લગ્નની તારીખ : આ દિવસે બંને જોડાશે લગ્નનાં બંધનમાં

બોલિવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે એલ રાહુલ છેલ્લાં ઘણાં સમય એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ અને આથિયાના લગ્ન કોઈ હોટલમાં નહીં, પરંતુ ખંડાલા સ્થિત સુનીલ શેટ્ટીના બંગલામાં થશે. બંગલામાં લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને કેહવામાં આવી રહ્યું હતુ કે નવા વર્ષની શરુઆતમાં જ આ કપલ લગ્નનાં બંધનમાં જોડાય શકે છે અને હવે આ બંનેના લગ્નની ફાઈનલ ડેટ પણ સામે આવી ગઈ છે.

આ પણ વાંચો : IND vs BAN: ભારત વિ બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ ટ્રોફી, શાકિબ અને કેએલ રાહુલે કર્યું અનાવરણ

Athiya And K L RAHUL WEDDING - Hum Dekhenge News
Athiya And K L RAHUL WEDDING

જાન્યુઆરી 2023માં થશે બંને લગ્ન

રિપોર્ટ અનુસાર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. જાન્યુઆરી 2023માં બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. 21 જાન્યુઆરી થી 23 જાન્યુઆરી દરમ્યાન આ કપલ લગ્નનાં બંધનમાં બંધાશે. 21 અને 22 જાન્યુઆરીએ આ લગ્નમાં પહેલા પ્રિ- વેડિંગ ફંક્શનો જેવા કે હલ્દી, મેંહદી અને સંગીતના ક્રાર્યક્રમો યોજાશે. ત્યારબાદ 23 જાન્યુઆરીએ આ યુગલ પ્રભુતામાં પગલા માંડશે.

લગ્ન બાદ ગ્રાન્ડ રિસેપ્શનનું પણ આયોજન 

રિપોર્ટસ્ અનુસાર ડિસેમ્બર અંત સુધીમાં બધાને આમંત્રણ પણ આપી દેવાશે. આ લગ્નમાં ફક્ત નજીકના સબંધીઓ અને મિત્રો હાજરી આપશે. આ સિવાય તે પણ જાણવા મળી રહ્યુ છે કે આ લગ્ન દક્ષિણ ભારતીય રીતિ રિવાજોથી થવાના છે.લગ્ન બાદ એક ગ્રાન્ડ રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં બોલિવુડ જગત અને ક્રિકેટ જગતની હસ્તિઓ ઉપસ્થિત રહેશે.

Athiya And K L RAHUL WEDDING - Hum Dekhenge News
Athiya Shetty And K L RAHUL

બાંગ્લાદેશ સિરીઝ બાદ બ્રેક લેશે કે એલ રાહુલ

અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ સિરીઝ બાદ કે એલ રાહુલ તેના લગ્ન માટે રજાઓ લેવાનો છે. જો કે બીસીસીઆઈના સદસ્યએ પણ કહ્યુ છે કે રાહુલ તેના અંગત કારણોસર રજા લઈ રહ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે રાહુલે લગ્ન માટે જ બ્રેક લીધો છે.

જ્યારે અથિયા-કેએલ રાહુલે તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા

આથિયા અને કેએલ રાહુલનો સંબંધ 2021માં ફિલ્મ તડપના પ્રીમિયર દરમિયાન સત્તાવાર બન્યો હતો. આથિયાએ કેએલ રાહુલ સાથે તેના ભાઈની ડેબ્યૂ ફિલ્મના પ્રીમિયરમાં એન્ટ્રી લીધી હતી. આ દરમિયાન બધાની નજર તેના પર ટકેલી હતી. આ પછી જ એ વાતની પુષ્ટિ થવા લાગી કે આથિયા અને કેએલ રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Back to top button