ટ્રેન્ડિંગમનોરંજન

‘RRR’ને ‘Golden Globe Awards’માં નોમિનેશન, રાજામૌલીને કોણે-કોણે અભિનંદન આપ્યા

એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ હાલમાં વિદેશમાં ધૂમ મચાવી રહી છે. SS રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને વિશ્વભરમાં પ્રતિષ્ઠિત ‘Golden Globe Awards’માં બે કેટેગરીમાં Nomination મળ્યું છે. વિદેશમાં આ મોટી સિદ્ધિથી તમામ ફિલ્મી હસ્તીઓ પણ ખૂબ જ ખુશ છે અને તેઓ આ માટે એસએસ રાજામૌલીને અભિનંદન આપી રહ્યા છે. પ્રભાસ, કરણ જોહરથી લઈને આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.

celebs post on RRR nomination
celebs post on RRR nomination

‘RRR’ ફિલ્મની વિદેશમાં ધૂમ

કરણ જોહરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં લખ્યું, ‘ગો ટીમ RRR #GoldenGlobes. આ અકલ્પનીય છે અને આગળની મુસાફરીની માત્ર શરૂઆત છે. રાજામૌલીની બાહુબલી ફ્રેન્ચાઈઝીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પ્રભાસે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છું કારણકે #RRRને #GoldenGlobes Awards માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ માટે @ssrajamouli garu, @jrntr, @alwaysramcharan અને @rrrmovie ની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન.

આ હસ્તીઓએ રાજામૌલીને અભિનંદન આપ્યા

ફિલ્મ નિર્માતા શેખર કપૂરે ટ્વિટર પર લખ્યું, ‘RRR માટે ઓસ્કારનો રસ્તો સાફ થઈ ગયો છે. પરંતુ મને હજુ પણ એ સમજાતું નથી કે ગોલ્ડન ગ્લોબ્સે ‘બેસ્ટ ફિલ્મ ઇન એ નોન-અંગ્રેજી લેંગ્વેજ’ નામની શ્રેણી શા માટે મૂકી છે? RRR શ્રેષ્ઠ ફિલ્મ શ્રેણીમાં આવવાને પાત્ર છે. અભિનંદન @ssrajamouli. તેમના ટ્વીટના જવાબમાં મ્યુઝિક મેસ્ટ્રો એઆર રહેમાને ટ્વિટર પર લખ્યું, ‘RRR ટીમને શુભેચ્છાઓ.’ RRR માં નાનકડી ભૂમિકા ભજવનાર આલિયા ભટ્ટે પણ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે અને આ સિદ્ધિ પર હાર્ટ ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી છે.

Alia bhatt insta post
Alia bhatt insta post

આ જાહેરાત પછી તરત જ, એસએસ રાજામૌલીએ ટ્વિટર પર લખ્યું, ‘#RRRMovie ને બે કેટેગરીમાં નોમિનેટ કરવા બદલ @goldenglobes પર જ્યુરીનો આભાર. સમગ્ર ટીમને અભિનંદન. તમારા બિનશરતી પ્રેમ અને સમર્થન માટે તમામ ચાહકો અને દર્શકોનો આભાર.

‘RRR’માં રામ ચરણ સાથે મુખ્ય ભૂમિકા ભજવનાર જુનિયર NTRએ પણ ટ્વિટ કર્યું, ‘ખુશ છે કે #RRRMovie ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બે કેટેગરીમાં નોમિનેટ થઈ છે. અમારા બધાને અભિનંદન.

તમને જણાવી દઈએ કે, ફિલ્મને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે બે કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે. આ ફિલ્મને નોન-ઈંગ્લિશ લેન્ગવેજ ફિલ્મ અને ફિલ્મના ‘નાતુ-નાતુ’ સોન્ગ માટે નોમિનેટ કરવામાં આવી છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023 પહેલા, ડિરેક્ટર એસએસ રાજામૌલીને આ ફિલ્મ માટે ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલનો શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ પણ મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે ‘RRR’ એકમાત્ર એવી ભારતીય ફિલ્મ છે જેણે ઈન્ટરનેશનલ એવોર્ડ કેટેગરીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ 10 જાન્યુઆરીએ લોસ એન્જલસમાં યોજાશે.

Back to top button