ઘરઆંગણે જ પાકિસ્તાન ઈંગ્લેન્ડથી હાર્યુ, હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી બહાર
મુલતાનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 26 રનથી હરાવ્યું જબરદસ્ત વાપસી કરી છે. આ જીત સાથે બેન સ્ટોક્સની કેપ્ટન્સીવાળી ઈંગ્લેન્ડ ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની જીતીને સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની હારની સાથે જ પાકિસ્તાનની ટીમને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. બાબર આઝમ બ્રિગેડની ટીમ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન સિઝનમાં ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
આ પણ વાંચો: BCCIએ આપ્યું મોટું અપડેટ, KL રાહુલ રહેશે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ ટીમનો કેપ્ટન, રોહિત શર્મા આઉટ
પાકિસ્તાનને હાર્યુ
આજની યોજાયેલ મેચની અંતિમ રેસમાં ટકી રહેવા માટે પાકિસ્તાન માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી, પરંતુ એવું થઈ શક્યું નહીં. ઈંગ્લેન્ડે મુલતાનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ત્યારે ઈંગ્લેન્ડે 3 ટેસ્ટ શ્રેણી 2-0 થી જીતી લીધી છે.
ઓસ્ટ્રેલિયા પોન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 12માંથી 8 ટેસ્ટ જીતી છે અને તેના 75 ટકા માર્ક્સ છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 12માંથી 8 ટેસ્ટ જીતી છે અને તેના 75 ટકા માર્ક્સ છે. સાઉથ આફ્રિકાની ટીમ આ યાદીમાં બીજા નંબર પર છે, જેને 60 ટકા માર્ક્સ છે. ત્યારબાદ શ્રીલંકાની ટીમનો નંબર આવે છે જેના 53.33 ટકા પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તે અત્યારે ચોથા નંબર પર છે.