ટ્રેન્ડિંગબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

એપલ સ્ટોર્સ ટૂંક સમયમાં શરૂ કરશે દેશની સૌથી વિશ્વનીય બ્રાન્ડ

ટાટા ગ્રુપ ટૂંક સમયમાં દેશભરમાં લગભગ 100 નાના એપલ સ્ટોર ખોલવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં આઈફોન અને આઈપેડ જેવી લોકપ્રિય એપલ પ્રોડક્ટ્સ આ સ્ટોર્સમાં વેચવામાં આવશે.  એક અહેવાલમાં જણાવાયું છે કે એપલ ટાટાની માલિકીની ઇન્ફિનિટી રિટેલ સાથે સ્ટોર્સ માટે વાતચીત કરી રહી છે. ઈન્ફિનિટી રિટેલ ભારતમાં હાલ ક્રોમા સ્ટોર્સ ચલાવે છે. પરંતુ હવે ટાટા જો આ એપલ સ્ટોર્સ ખોલશે તો તેને મોલ્સ તેમજ હાઈ-સ્ટ્રીટ જેવા સ્થળોએ ખોલવામાં આવશે અને તે Appleના પ્રીમિયમ રિસેલર સ્ટોર્સ કરતા નાના હશે. સામાન્ય રીતે, પ્રીમિયમ રિસેલર સ્ટોર્સ 1,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા હોય છે, પરંતુ આ ટાટા સ્ટોર્સ સમગ્ર દેશમાં 500-600 ચોરસ ફૂટમાં બનાવવામાં આવશે. નાના સ્ટોર્સ iPhones, iPads અને Apple ઘડિયાળોનું વેચાણ કરવામાં આવશે.

આ પણ વાંચો : નિતિન ગડકરીએ મસ્ક સામે આપ્યું નિવેદન, ક્હ્યું – ટેસ્લાએ ભારતમાં કરવું પડશે આ શરતોનું પાલન

APPLE Store - Hum Dekhenge News
TATA will start APPLE Stores in India

મોલની આસપાસ ખોલવામાં આવશે સ્ટોર્સ

અહેવાલો અનુસાર, ટાટાએ આ સ્ટોર્સ માટે જગ્યા માટે પ્રીમિયમ મોલ્સ અને હાઈ સ્ટ્રીટ્સ સાથે વાતચીત શરૂ કરી છે. તે જ સમયે, એપલનો પ્રથમ કંપનીની માલિકીનો ફ્લેગશિપ સ્ટોર ભારતમાં માર્ચ ક્વાર્ટરમાં મુંબઈમાં શરૂ થઈ શકે છે. ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે એપલ કંપનીના ભાગીદારો અને રિટેલર્સ બંનેની મદદથી એપલ પ્રોડક્ટ્સનું વેચાણ વધારવા માંગે છે. સાયબરમીડિયા રિસર્ચ (સીએમઆર) અનુસાર, જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ભારતમાં 1.7 મિલિયનથી વધુ iPhone વેચાયા હતા.

એપલનું વધી રહ્યું છે ઉત્પાદન

એપલ ભારતમાં વેચાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાનું કહેવાય છે અને તે તેની ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના બનાવી રહી છે. અન્ય એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એપલે ભારતમાં ત્રણ ઉત્પાદકો વિસ્ટ્રોન, ફોક્સકોન અને પેગાટ્રોનને પણ આગામી બે વર્ષમાં તેમનું ઉત્પાદન ત્રણ ગણું કરવા જણાવ્યું છે. એપલ આ હાંસલ કરવા માટે મેનપાવર અને એસેમ્બલી લાઇન ઉમેરી રહ્યું છે. ઉત્પાદન વધવાથી ભારતમાં નિર્મિત આઈફોનની નિકાસ પણ થઈ શકશે.

TATA - Hum Dekhenge News
TATA 

ટાટા બનાવશે આઇફોન

આપને જણાવી દઈએ કે ભારતમાં ટાટા ગ્રુપ દ્વારા આઈફોન બનાવવાના પહેલા દાવા કરવામાં આવી રહ્યા હતા. ટાટા ગ્રુપે વિસ્ટ્રોન કોર્પોરેશન સાથે આઈફોનના ઉત્પાદનને લઈને પણ વાતચીત કરી હતી. ટાટા ગ્રૂપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પહેલાથી જ તમિલનાડુના હોસુરમાં તેની ફેક્ટરીમાંથી એપલને કમ્પોનન્ટ સપ્લાય કરે છે. આ પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ ડીલને લઈને બંને કંપનીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ટાટા વિસ્ટ્રોનની ભારતીય કામગીરીમાં પણ હિસ્સો ખરીદી શકે છે. એટલું જ નહીં, બંને કંપનીઓ સાથે મળીને નવો એસેમ્બલિંગ પ્લાન્ટ પણ સ્થાપી શકે છે.

Back to top button