ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

નવી સરકારના મંત્રીઓમાં એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયા કોણ છે ? જાણો સંપૂર્ણ વિગતો

ગુજરાતમાં ભાજપ નવી સરકાર રચવા જઈ રહી છે. આજે ગાંધીનગર ખાતે 15મી વિધાનસભા માટે નવા મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 16 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. આઠ કેબિનેટ મંત્રીએ શપથ લીધા હતા. બે રાજ્યમંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે જ્યારે મંત્રીમંડળમાં છ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેઓ એક માત્ર મહિલા મંત્રી છે. ત્યારે જાણો તેમના વિશે સંપૂર્ણ માહીતી.

ભાનુબેન બાબરીયા-humdekhengenews

 

કેબિનેટ કક્ષાના મંત્રી તરિકે શપશ લીધા

આજે નવા મંત્રી મંડળમાં કેબિનેટ, રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા, અને રાજ્ય કક્ષાના મંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કેબિનેટ મંત્રીની વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે અન્ય કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોરએ શપથ લીધા હતા. આ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં ભાનુબેન બાબરીયા એક માત્ર મહિલા મંત્રી છે.

ભાનુબેન બાબરીયા-humdekhengenews

ભાનુબેન બાબરિયા કોણ છે?

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાનુબેન બાબરીયાએ 49 હજારથી વધુ મત મેળવી જીત હાંસલ કરી છે. તેઓ રાજકોટ વોર્ડ નંબર એકના કોર્પોરેટર તરીકે 2019માં ચૂંટાયા હતા. વર્ષ 2012માં પ્રથમ વાર તેઓ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય બન્યા હતાં. અને ભાનુબેન બાબરીયાના પતિ મનહરભાઈ બાબરીયા પણ ભાજપના સક્રિય અગ્રણી છે. ભાનુબેન બાબરિયા સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવાર છે. અને તેમણે બીએ એલએલબી સુધી અભ્યાસ કર્યો છે.

ભાજપમાંથી બે ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યાં છે

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા ભાજપમાંથી બે ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યાં છે. તેમના સસરા માધુભાઈ બાબરીયા પણ પૂર્વ ધારાસભ્ય છે ભાનુબેન મહિલા ઉમેદવાર હોવાના કારણે આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે.

આ પણ વાંચો : નવી સરકારના મંત્રીઓ અંગે હાર્દિક પટેલે આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Back to top button