સોનામાં ઘટાડો – ચાંદીમાં વધારો, જાણો શું છે 10 ગ્રામ સોનાનો ભાવ?
છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં જે ઉતાર-ચઢાવ ચાલી રહ્યો છે તે સોમવારે પણ ચાલુ રહ્યો હતો. ઓક્ટોબર મહિનામાં સોનાના વેચાણમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ લગ્નની સિઝનના મધ્યમાં ભાવમાં ધારણા મુજબ વધારો થતો જોવા મળી રહ્યો નથી. જોકે, નવેમ્બરની શરૂઆતમાં સોનું 2600 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધારે વધી ગયુ હતું. એ જ રીતે ચાંદીમાં પ્રતિ કિલો રૂ. 6000નો ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે, મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) અને બુલિયન માર્કેટ બંનેમાં સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : ડુંગળી અને અર્થવ્યવસ્થાને લઈને ફરી ભડક્યા નાણામંત્રી નિર્મલા સીતારામણ, જાણો શું કહ્યું
ચાંદીમાં રૂ.162નો ઉછાળો
ઓગસ્ટ 2020માં 56,200 રૂપિયાનો રેકોર્ડ બનાવનાર સોનું છેલ્લા દિવસોમાં આ વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સોમવારે, લગભગ 2.30 વાગ્યે, મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગોલ્ડ ફ્યુચરના ભાવમાં રૂ. 110નો ઘટાડો થયો હતો અને રૂ. 54185 પર ટ્રેડ થતુ જોવા મળ્યુ હતુ .તે જ સમયે, ચાંદીમાં 162 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 68200 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યુ છે. સત્રની શરૂઆતમાં સોનું રૂ. 54295 અને ચાંદી રૂ. 68038 પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયું હતું.
ચાંદી રૂ.640 વધી હતી
બુલિયન માર્કેટ પણ વાયદા બજારના વલણને અનુસરે છે. અહીં પણ સોનામાં ઘટાડો અને ચાંદીમાં વધારો જોવા મળ્યો હતો. બુલિયન માર્કેટમાં ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જારી કરાયેલા ભાવ અનુસાર, 24 કેરેટ સોનાની કિંમત 39 રૂપિયા ઘટીને 53898 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આ સિવાય 999 શુદ્ધતાની ચાંદી 640 રૂપિયા વધીને 66770 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. 23 કેરેટ સોનાનો ભાવ 53682 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટનો ભાવ 49370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટનો ભાવ 40423 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો.