લાઈફસ્ટાઈલ

કચરામાંથી મળેલા જીન્સ માટે કેમ ચુકવ્યા લાખો રૂપિયા?

Text To Speech

ક્યારેક નાની અમથી વસ્તુઓ માટે એટલા રૂપિયા ચુકવવામાં આવે છે કે જાણીને નવાઇ લાગે. તાજેતરમાં એક જહાંજમાંથી મળેલુ સૌથી જુનુ જીન્સ ચર્ચામાં છે. સાવ ફાટેલા, તુટેલા દેખાતા જીન્સની લાખો રૂપિયામાં બોલી લાગી છે. આ જીન્સ દુનિયાનું સૌથી જુનુ જીન્સ ગણાવાય છે. તે 94 લાખ રૂપિયામાં વેચાયું છે.

કચરામાંથી મળેલા જીન્સ માટે કેમ ચુકવ્યા લાખો રૂપિયા? hum dekhenge news

આ જહાંજ 1857માં ડુબી ગયુ હતુ. આ જહાંજના કાટમાળમાંથી આ જીન્સ અમેરિકી રાજ્ય નોર્થ કેરોલીનામાં મળી આવ્યુ છે. 5 બટન ફ્લાય વાળા આ સફેદ માઇનર્સ પેન્ટને લઇને એક કન્ફ્યુઝન પણ છે. એ કન્ફ્યુઝન એ છે કે આ જીન્સ કઇ કંપનીએ બનાવ્યુ છે? કેટલાક લોકો તેને લેવી સ્ટ્રોર્સ કંપનીનું કહી રહ્યા છે, પરંતુ ઓફિશિયલી લેવી સ્ટ્રોસ એન્ડ કંપનીનું પહેલુ જીન્સ 1873માં બન્યુ હતુ. આ જીન્સ તેના કરતા પણ 16 વર્ષ જુનુ છે.

કચરામાંથી મળેલા જીન્સ માટે કેમ ચુકવ્યા લાખો રૂપિયા? hum dekhenge news

કંપની અંગે પણ કન્ફ્યુઝન

કેટલાક લોકોનું માનવુ છે કે આ જિન્સ લેવી સ્ટ્રોસ સાથે જોડાયેલુ છે. આ કંપની ત્યારે ડ્રાઇ ગુડ્સની જથ્થાબંધ વિક્રેતા હતી. આ પેન્ટ બાદમાં આવેલા જીન્સનું એક શરૂઆતનું વર્ઝન હોઇ શકે છે. પેન્ટ કોણે બનાવ્યુ તેની પર કન્ફ્યુઝન છે. જોકે એ વાત તો પાક્કી જ છે કે આ જીન્સ 12 સપ્ટેમ્બર 1857ના રોજ બન્યુ હતુ. કેમકે આ જીન્સ એ જહાંજમાંથી મળ્યુ છે જે તોફાનમાં 12 સપ્ટેમ્બર 1857ના રોજ ડુબી ગયુ હતુ. આ જહાજ સનફ્રાંન્સિસ્કોથી પનામાં થઇને ન્યુયોર્ક જઇ રહ્યુ હતુ. આના કરતા જુનુ જીન્સ હોવાના આજ સુધી કોઇ પુરાવા મળ્યા નથી.

Back to top button