નવી સરકારના મંત્રીઓ અંગે હાર્દિક પટેલે આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
ગુજરાતમાં નવી સરકારની શપથવિધિઆજે યોજાઇ રહી છે. આજે ભુપેન્દ્ર પટેલ સહિત કેટલાક કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ત્યારે કોને કોને મંત્રીઓમાં સ્થાન મળી શકે છે તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. આજે નવી સરકારના મંત્રીઓના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમાં હાર્દિક પટેલનું નામ નહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાર્દિક પટેલને પાર્ટી તરફથી પણ ફોન ન આવતા રાજ્યની હોટ સીટ પર જીતેલા હાર્દિક પટેલને મંત્રીપદ મળશે કે નહીં તેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે હાર્દિક પટેલે શપશવિધિ પહેલા આપેલું નિવેદન સામે આવ્યું છે.
હાર્દિક પટેલે આપ્યું નિવેદન
આજે શપથવિધીમાં હાજર રહેલા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું હતું કે “હું ખૂબ જ યુવા ધારાસભ્ય છું, હું માત્ર પાર્ટી માટે કામ કરવામાં માનું છું. ભાજપ નક્કી કરશે કે તેઓ કોને કેબિનેટમાં રાખવા ઇચ્છે છે. પાર્ટી મને જે પણ જવાબદારી સોંપશે તે હું ખુશીથી સ્વીકારીશ”
ભુપેન્દ્ર પટેલ સહિત આ ધારાસભ્યોએ લીધા શપથ
ગુજરાતના 18 માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલ આગલી સરકારના મુખ્યમંત્રી હતા. ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મંત્રીમંડળના કેટલાક સભ્યોએ પણ શપથ લીધા છે. નવી કેબિનેટ મંત્રીમાં લગભગ 16 ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાંથી કેટલાક ધારાસભ્યનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બળવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
આ ધારાસભ્યોને પાર્ટી તરફથી ફોન કરવામાં આવ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે નવી સરકારમાં 17 કેબિનેટમાં 17 ધારાસભ્યોને સામેલ કરવામાં આવશે. અને તેના માટે પાર્ટી દ્વારા નામ પણ નિશ્ચિત કરી દેવામાં આવ્યા છે. અને તેમને ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા ફોન કરીને જાણ પણ કરવામાં આવી છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજીભાઈ બાવળિયા, મૂળુભાઈ બેરા, રાઘવજી પટેલ, પુરુષોત્તમભાઈ સોલંકી, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરીયા, કુબેરભાઈ ડીંડોર, બચ્ચુ ખેર, જગદીશ પંચાલ, મુકેશભાઈ પટેલ, બી. પરમાર, પ્રફુલ પાનસેરીયા, કુંવરજી હળપતિને પાર્ટી તરફથી ફોન કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :આખરે વિપુલ ચૌધરીના જામીન સુપ્રીમ કોર્ટ કર્યા મંજૂર, મહેસાણા દૂધ સાગર ડેરીમાં ગેરરીતિ મામલે હતા જેલમાં બંધ