ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ફરી શરુ થઈ બ્લુ ટિક સર્વિસ : જાણો યુઝર્સને કેટલો ચૂકવવો પડશે ચાર્જ ?

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર આજથી ફરી બ્લુ ટિક સર્વિસ શરુ થઈ રહી છે. ટ્વિટરના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી સત્તાવાર રીતે આ માહિતી આપવામાં આવી છે, આ સાથે તે માહિતીમાં એ પણ જણાવવામાં આવ્યુ છે કે બ્લુ ટિક સર્વિસ માટે તમારે દર મહિને કેટલા રુપિયા ચૂકવવા પડશે. આપને જણાવી દઈએ કે બ્લુ ટિક સર્વિસ માટે ચૂકવવો પડતો ચાર્જ એ વેબ તેમજ એન્ડ્રોઈડ યુઝર્સ અને iOS યુઝર્સ માટે અલગ અલગ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : UPI Payment કરો છો, તો જાણી લો Paytm, GPay & PhonePe પર કેટલી છે લિમિટ

એન્ડ્રોઈડ યુઝર્સને 8 ડોલર અને iOS યુઝર્સને 11 ડોલર ચૂકવવા પડશે

ટ્વિટરે કરેલી ટ્વિટમાં એમ જણાવવામાં આવ્યુ છે કે અમે(ટ્વિટર) આજથી એટલે કે સોમવારથી બ્લુ ટિક સર્વિસ ફરીથી રિલોન્ચ કરીએ છીએ. જેને માટે વેબ તેમજ એન્ડ્રોઈડ યુઝર્સ પ્રતિ માસ 8 ડોલર એટલે કે લગભગ 659 રુપિયા અને iOS યુઝર્સ એટલે કે તમે જો તમારી પાસે Appleબ્રાન્ડનો iPhone છે, તો તમારે પ્રતિ માસ 11 ડોલર એટલે કે લગભગ 907 રુપિયા ચૂકવવા પડશે.

Blue Tick સબ્સ્ક્રિપ્શન પર લાગી હતી રોક 

અત્રે ઉલ્લેખનીય છે કે Twitterના વડા એલોન મસ્કે Blue Tick સબ્સ્ક્રિપ્શનને ફરીથી લૉન્ચ કરવા પર રોક લગાવી હતી, કારણ કે જ્યાં સુધી પ્લેટફોર્મ ખાતરી ન કરે કે નકલી એકાઉન્ટ્સ સંપૂર્ણપણે ખતમ થઈ જાય અને નકલી એકાઉન્ટ પર કાર્યવાહી કર્યા પછી Twitter દ્વારા Blue Tick સબસ્ક્રિપ્શન શરૂ કરશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે Blue Tick સબસ્ક્રિપ્શન પ્લાન 29 નવેમ્બરથી ફરી શરૂ થશે, પરંતુ આ નવા અપડેટ પછી યુઝર્સને થોડા વધુ દિવસો રાહ જોવી પડી હતી. જો કે આજથી ફરી આ સર્વિસ શરુ કરવામાં આવી છે.

બ્લુ ટિક સિવાય ગોલ્ડન અને ગ્રે ટિક પણ આવશે 

એલોન મસ્કે ટ્વિટર પરના વેરિફાઈડ એકાઉન્ટ માટે હવે બ્લુ ટિક સિવાય ગોલ્ડન અને ગ્રે ટિક બહાર પાડી છે, જેની સેવાઓ ટૂંક સમયમાં જ શરુ કરવામાં આવશે. કંપની ટ્વિટર એકાઉન્ટ્સ માટે વિવિધ રંગીન ટિક માર્ક રજૂ કરવાની યોજના શરૂ કરશે. ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે કહ્યું કે ટ્વિટર એકાઉન્ટ માટે બ્લુ ટિક માર્ક સિવાય ગોલ્ડન અને ગ્રે ટિક માર્ક શરૂ થશે. મસ્કે જણાવ્યું કે કંપનીઓ માટે ગોલ્ડન ટિક માર્ક એ કંપનીઓના વેરિફાઈડ એકાઉન્ટ માટે, ગ્રે ટિક સરકાર તેમજ સરકારી સંસ્થાઓ માટે અને સામાન્ય લોકો તેમજ સેલિબ્રેટીઓ માટે બ્લુ ટિક માર્કસ આપવામાં આવશે.

Back to top button