નેશનલમનોરંજન

પાકિસ્તાની વેબ સિરીઝને લઇને ભડક્યાં ભારતીયો, હિન્દુ વિરોધી પ્રચાર કરવાનો લગાવ્યો આરોપ

નવેમ્બરમાં રીલિઝ થયેલી એક પાકિસ્તાની વેબ સિરીઝને લઇને હાલ સોશિયલ મીડિયામાં બબાલ મચી ગઇ છે. આ પાકિસ્તાની વેબસિરીઝમાં હિન્દુ વિરુધ્ધ ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ વેબસિરીઝને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાની વેબસિરીઝને લઇને હંગામો

ભારત અને પાકિસ્તાનના સબંધો કેવા છે તે તો સૌ કોઇ જાણે જ છે. અને ભુતકાળમાં ભારત અને પાકિસ્તાનના સબંધને લઇને અનેક ફિલ્મો પણ બની ચૂંકી છે. ત્યારે તાજેતરમાં રિલિઝ થયેલી એક પાકિસતાની વેબસિરીઝને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સિરીઝનું નામ ‘સેવક ધ કન્ફેશન’ છે. જેને 26 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ વેબસિરીઝના એપિસોડ યુટ્યૂબ પર ઉપલબ્ધ છે. આ વેબ સિરીઝને લઇને ભારતીય લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે આ વેબસિરીઝમાં હિન્દુઓ વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે. જેથી લોકો સોશિયલ મીડિયામાં તેની ખુબ નિંદા કરી રહ્યા છે.

સેવક ધ કન્ફેશન-humdekhengenews

હિન્દુઓ વિરુદ્ધ ખોટો પ્રચાર કરવાનો આરોપ

છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની ‘વેબસિરીઝ સેવક ધ કન્ફેશન’ સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં રહી છે. લોકો સોશિયલ મીડિયા પર આ વેબ સિરીઝની નિંદા કરી રહ્યા છે. અને આ વેબસિરીઝમાં હિન્દુઓ વિરુદ્ધ પ્રચાર કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

આ વેબ સિરીઝમાં શું છે

‘સેવક – ધ કન્ફેશન’ની વેબસિરીઝ 1984ના થયેલા રમખાણો, બાબરી મસ્જિદ વિવાદ અને ગુજરાતના રમખાણો પર આધારિત છે. તેના ટ્રેલરમાં જ હિન્દુ સંતોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. તેની સાથે દીપ સિદ્ધુ, હેમંત કરકરે, ગૌરી લંકેશ અને જુનૈદ ખાનના જીવનની ઝલક પણ જોવા મળે છે. જેને લઇને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ વેબસિરિઝ દ્વારા હિન્દુઓ વિરુદ્ધ ખોટો પ્રચાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

લોકોએ ટ્વીટ કરી રોષ વ્યક્ત કર્યો

આ પાકિસ્તાની વેબસિરીઝને લઇને લોકોએ કોમેન્ટ કરી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક તેને સસ્તો પ્રચાર કહી રહ્યા છે તો કેટલાક કહે છે કે પ્રચાર કરવો હોય તો પહેલા એક્ટિંગ શીખો. એકે કહ્યું, ‘પાકિસ્તાને અમેરિકા, ચીન અને આરબ દેશો પાસેથી પૈસાની ભીખ માંગવી પડે છે, પરંતુ ભારત વિરોધી બકવાસ ફિલ્મો બનાવવા માટે પૈસા વેડફવામાં કોઈ વાંધો નથી.’

આ પણ વાંચો :ફવાદ ખાનની ફિલ્મ ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટની ભારતમાં રિલીઝ પર હંગામો, MNS નેતાએ કહ્યું- પાકિસ્તાન જઈને જુઓ

Back to top button