વર્લ્ડ કપની સેમીફાઈનલ નહિ રમી શકે લિયોનેલ મેસ્સી : ફિફા કરી રહ્યું છે પ્રતિબંધની તૈયારી ?
ફિફા વર્લ્ડ કપને તેના ચાર સેમિફાઈનલિસ્ટ મળી ચૂક્યાં છે, ત્યારે વર્લ્ડની ટોપ ફેવરિટ ટીમ આર્જેન્ટીના પણ આ લિસ્ટમાં છે. ક્વાટર ફાઈનલમાં નેધરલેન્ડને હરાવી સેમિફાઈનલમાં પહોંચનારી આર્જેન્ટીનાનો મુકાબલો 14 ડિસેમ્બરને બુધવારે ક્રોએશિયા સામે થશે. ત્યારે સેમિફાઈનલની આ મેચમાં આર્જેન્ટિનાનો કેપ્ટન લિયોનેલ મેસ્સી આ મેચ નહિ રમી શકે તેવી અટકળો સામે આવી છે.
આ પણ વાંચો : પોર્ટુગલ માટે રોનાલ્ડોનું વર્લ્ડકપ જીતવાનું સપનું તૂટ્યું અને પોતાના આંસુથી દુનિયાભરના ફેન્સને રડાવી ગયો !
આર્જેન્ટિના પર લાગ્યો શિસ્તભંગનો આરોપ
ફિફાએ આર્જેન્ટિનાના ફૂટબોલ એસોસિએશન વિરુદ્ધ શિસ્તભંગનો આરોપ લગાવ્યો છે. નેધરલેન્ડ સામેની મેચની અંતમાં આર્જેન્ટિનાના કોચ અને અવેજી ખેલાડીઓ મેદાનમાં આવી પહોંચ્યા હતા, જેને લીધે અંતિમ ક્ષણોમાં મેચ પલટાઇ ગઈ હતી, તેને લીધે આર્જેન્ટિનાને 5 યલો કાર્ડ મળ્યા હતા અને શિસ્તભંગનો આરોપ પણ આર્જેન્ટિનાની ટીમ પર મુકવામાં આવ્યો હતો.
મેસ્સીનું વિશ્વ કપ જીતવાનું સપનું રહી શકે છે અધૂરું
આર્જેન્ટિના પર લાગેલા આ આરોપમાં જો ટીમ દોષિત સાબિત થશે તો ટીમના કેપ્ટન એટલે કે લિયોનેલ મેસ્સી પર પ્રતિબંધ લાગી શકે છે. જેના કારણે તે સેમીફાઈનલ રમશે કે નહિ તે પર સવાલો ઉભા થયા છે. લિયોનેલ મેસ્સી ટીમનો એવો સ્ટાર ખેલાડી છે, જેની પર આખી ટીમ નિર્ભર રહે છે. મેસ્સીનો આ પાંચમો અને છેલ્લો વર્લ્ડ કપ છે તેથી આવી સ્થિતિમાં તેના કોઈ ચાહકો નહીં ઈચ્છે તેનું 20 વર્ષનું વિશ્વ કપ જીતવાનું સપનું અધૂરું રહે.