રાતે મોડેથી જમવાની આદત નોંતરી શકે છે આ મોટી બીમારીઓ
રાતનું જમવાનું તમારી હેલ્થ પર મોટી અસર કરે છે. વ્યસ્ત લાઈફસ્ટાઈલ કે લેટ નાઈટ જોબના કારણે અનેક લોકો મોડેથી ખાવાનું ખાય છે. કેટલાક લોકો એવા પણ છે જેમને મોડેથી સૂવાની આદત હોય છે. લેટ ખાવાનું ખાવાની આદત હેલ્થને નુકસાન કરી શકે છે. જો તમે પણ આવા લોકોમાં સામેલ છો તો લેટ નાઈટ ડિનરની આદત બદલી લો તે જરૂરી છે. તે તમને બીમાર કરી શકે છે. લેટ જમશો તો ભોજન સારી રીતે પચશે નહીં અને બીમારીઓ નોંતરશો.
થશે પાચનની સમસ્યા : રાતે મોડેથી ખાવાની આદત સૌથી વધારે અસર પાચન શક્તિ પર કરે છે. રાતે મોડેથી ખાઈ લીધા બાદ જો તમે કોઈ એક્ટિવિટી વિના બેડ પર જાઓ છો તો તમારું ખાવાનું પચાવવામાં શરીરને તકલીફ પડે છે. તેનાથી એસિડિટી, બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. આ સિવાય પેટની અન્ય મુશ્કેલીઓ પણ વધે છે.
વધી શકે છે વજન : લેટ નાઈટ ભોજનના કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય છે. સમય પર ન ખાવાથી શરીરનું મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે. તેનાથી મળતી કેલેરી યોગ્ય રીતે બર્ન થતી નથી અને શરીરમાં ફેટ વધે છે. મળતી માહિતી અનુસાર રાતમાં ખાવાનું ખાઈ લીધા બાદ કોઈ એક્ટિવિટી ન હોય તો ખાવામાં અને સૂવામાં 2 કલાકનો ગેપ જરૂરી છે.
બ્લડ પ્રેશર : મળતી માહિતી અનુસાર લેટ નાઈટ ખાવાનું ખાવાની આદતથી બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટિસનો ખતરો વધે છે. લેટ ખાવાનું ખાવાથી વજન વધે છે. તેનાથી બ્લડશુગર અનિયંત્રિત થવા લાગે છે. આ સિવાય હાર્ટ અને બ્લડ પ્રેશરની સાથે જોડાયેલી મુશ્કેલીઓ જન્મે છે.
ઊંઘની ખામી : રાતે મોડેથી ખાવાની આદતથી અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે. જેમાં રાતે લોકોને જલ્દી ઊંઘ આવતી નથી. તેનું કારણ મોડેથી જમવાની આદત પણ હોઈ શકે છે. લેટ ખાવાનું ખાવાથી બોડી યોગ્ય રીતે ભોજન પચાવી શકતી નથી. જેના કારણે ઊંઘમાં ખામી આવી શકે છે.
એનર્જી લેવલમાં ખામી : મોડેથી ખાવાનું ખાવાની આદત તમને અન્ય દિવસે કબજિયાત, માથું દુ:ખવું અને અન્ય સમસ્યાનો સામનો કરાવે છે. સાથે પાચન યોગ્ય રીતે ન થવાથી શરીરને પણ જરૂરી પોષક તત્વો મળી શકતા નથી અને એનર્જી લેવલ ઘટે છે. આ કારણે તમારો આખો દિવસ બેકાર થઈ જાય છે.
બ્રેઇન માટે નુકસાનદાયી : મોડેથી ખાવાનું ખાવાની આદતથી બ્રેઇનને નુકસાન થાય છે. રાતે ઊંઘ ન આવવાથી પેટની સાથે જોડાયેલી સમસ્યાને કારણે અન્ય દિવસે એકાગ્રતા અને મેમરી પર પણ તેની અસર પડી શકે છે. રાતે જમવામાં વધારે ફાઈબર લેવું સારું રહે છે.