ગુજરાત

રાજ્યમાં ઠંડીની સાથે વરસાદ, જાણો ક્યાં શહેરોમાં સ્વેટર સાથે છત્રીની પડશે જરૂર

Text To Speech

રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં નલિયા 8.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ શહેર બન્યું છે. તેમજ અમદાવાદ, બરોડામાં 16 ડિગ્રી, ડીસામાં 12, ભુજ 15.08 ડિગ્રી તાપમાન છે. ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઠંડીમાં રાહત મળશે. જયારે 15 ડિસેમ્બર બાદ ફરી ઠંડીમાં વધો હશે.

3 દિવસ વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે, તે સાથે જ સુરત, વલસાડ, નવસારી, સંગ, ભાવનગરમાં પણ વરસાદ આવી શકે છે. જેમાં આજથી 3 દિવસ સુધી વરસાદની આગાહી છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોને નુકસાન થઈ શકે છે. તેમજ વરસાદને કારણે ઠંડીમાં આંશિક રાહત મળશે અને 15 ડિસેમ્બર બાદ ફરી કાતિલ ઠંડી અનુભવાશે.

આ પણ વાંચો : કોંગ્રેસના આ ધુરંધરો કે જેમની સામે ભાજપના આ નેતાઓ પણ હાર્યા હતા

રાજ્યમાં ઠંડીની સાથે વરસાદ, જાણો ક્યાં શહેરોમાં સ્વેટર સાથે છત્રીની પડશે જરૂર - humdekhengenews

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો

રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. જો વાત કરીએ અમદાવાદની તો ગતરોજ શહેરમાં તાપમાન 14.7 ડિગ્રી નીધાયું હતું. જયારે સૌથી ઓછું નલિયામાં 9 ડીગ્રી તાપમાન નોધાયું હતું. આ સિવાય રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો, ડીસામાં 12.5, વડોદરામાં 13.6, સુરતમાં 18.2, વલસાડમાં 14, ભુજમાં 14, કંડલા એરપોર્ટમાં 13, અમરેલીમાં 14.4, ભાવનગરમાં 14.8, દ્વારકામાં 18, પોરબંદરમાં 14, રાજકોટમાં 14, સુરેન્દ્રનગરમાં 15.5, મહુવામાં 13.5અને કેશોદમાં 12.2 ડિગ્રી તાપમાન નોધાયું હતું.

 આ પણ વાંચો : આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ : જાણો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ અને શું છે તેનું મહત્વ ?

Back to top button