ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CM બનવાની જાહેરાત બાદ સુખવિંદર સિંહનું નિવેદન- ‘દરેક વચન નિભાવીશ’

Text To Speech

કોંગ્રેસ નેતા સુખવિંદર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના નવા CM બનશે. કોંગ્રેસ હાઈકમાન્ડે આ બાબતને મંજૂરી આપી હતી. આ સાથે તેમના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસની જીત સાથે જ પાર્ટીમાં મુખ્યમંત્રી પદને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો. તમામ નેતાઓ મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી રહ્યા હતા. આખરે કોંગ્રેસ હાઈકમાન્ડે સુખવિંદર સિંહ સુખુના નામ પર સહમતિ દર્શાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, 11 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રી પદ માટે સુખવિંદર સિંહ સુખુના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે CPL નેતા મુકેશ અગ્નિહોત્રી ડેપ્યુટી સીએમ બનશે.

દરેક વચનને પૂર્ણ કરીશું: સુખવિંદર સિંહ સુખુ

રાજ્યના નવા સીએમ તરીકે પોતાના નામની જાહેરાત કર્યા બાદ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે હું અને નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી એક ટીમની જેમ કામ કરીશું. મેં 17 વર્ષની ઉંમરે રાજકારણ શરૂ કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ મારા માટે જે કંઈ કર્યું છે તે હું જીવનભર ભૂલી શકું તેમ નથી.

તેમણે કહ્યું કે હું સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાજ્યની જનતાનો આભાર માનું છું. અમારી સરકાર પરિવર્તન લાવશે, હિમાચલ પ્રદેશના લોકોને અમે જે વચનો આપ્યા છે તે પૂરા કરવાની જવાબદારી મારી છે. આપણે રાજ્યના વિકાસ માટે કામ કરવાનું છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો ગુરુવારે આવ્યા. હિમાચલમાં 68 વિધાનસભા બેઠકો છે, જેમાં કોંગ્રેસના 40 ઉમેદવારો જીતી ગયા છે, જ્યારે ભાજપના ફાળે 25 બેઠકો આવી છે.

Back to top button