ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઈશાન અને કોહલીએ ભારતનો વ્હાઈટવોશ અટકાવ્યો, બાંગ્લાદેશ 2-1થી શ્રેણી જીત્યુ

Text To Speech

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલ ત્રીજી વનડેમાં ભારતીય ટીમે 227 રનથી વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશ પર વરસેલા ઈશાન કિશાન અને વિરાટ કોહલીની 240 રનની ભાગીદારીથી ભારતે બાંગ્લાદેશને 409 રનનો પહાડ જેવડો લક્ષ્ય આપ્યો હતો, જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 34મી ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બોલિંગ કરતા શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 3 વિકેટો લીધી હતી. આ ઉપરાંત ઉમરાન મલિક અને અક્ષર પટેલે પણ 2-2 વિકેટ ઝડપી હતી અને સિરાજ, કુલદીપ અને સુંદરે 1-1 વિકેટ મેળવી હતી અને આખી બાંગ્લાદેશની ટીમને 34મી ઓવરમાં જ ઘર ભેગી કરી દીધી હતી.

બાંગ્લાદેશની વાત કરીએ તો તેના માટે શાકિબ અલ હસને 50 બોલમાં 43 રન બનાવ્યા હતા. કેપ્ટન લિટન દાસ 29, યાસિર અલી 25 અને મહમુદુલ્લાહ 20 રન બનાવીને આઉટ થયા હતા. બાંગ્લાદેશ તરફથી બોલિંગમાં તસ્કીન અહેમદ, ઇબાદત હુસૈન અને શાકિબ અલ હસને બે-બે વિકેટ લીધી હતી. જ્યારે મુસ્તાફિઝુર રહેમાન અને મેહદી હસન મિરાજને એક-એક સફળતા મળી હતી.

આ પણ વાંચો : IndVsBan : ઈશાન કિશનની બેવડી સદી તો કોહલીની ત્રણ વર્ષ પછી વનડેમાં સદી

બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય બન્યો ઈશાન

ભારત અને બાંગ્લાદેશની ત્રીજી વનડેમાં ભારત તરફથી ઓપનિંગ કરવા ઉતરેલા ઈશાને 131 બોલમાં 210 રન ફટકાર્યા છે, આ ધમાકેદાર ઈનિંગ દરમ્યાન તેણે 10 છગ્ગા અને 24 ચોગ્ગા ફટકાર્યા છે. આ બેવડી સદીમાં તેણે 160.31ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા અને 36મી ઓવરના અંતે તસ્કીન એહમદના હાથે આઉટ થયો હતો અને તેની ઐતિહાસિક ઈનિંગનો અંત આવ્યો હતો.

વિરાટ કોહલીની પણ સદી 

ઈશાન કિશાનની સાથે વિરાટ કોહલીએ પણ વહેતી ગંગામાં હાથ ધોયા હતા. વિરાટે 91 બોલમાં 113 રન ફટકાર્યા હતા. વિરાટે આ ઈનિંગ દરમ્યાન 2 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા, આ દરમ્યાન તેની સ્ટ્રાઈક રેટ 124.18 જેટલી રહી હતી. વાત કરવામાં આવે વિરાટ કોહલીના ફોર્મની તો તેણે હાલમાં એશિયા કપ દરમ્યાન તેની 71મી સદી ફટકારી હતી. વિરાટે આજે તેની કારર્કિદીની 72મી અને ODIમાં 44મી સદી ફટકારી છે. વિરાટ 113 રન બનાવીને 41ની ઓવરમાં શાકિબ ઉલ હસનના બોલ પર આઉટ થયો હતો.

 

Back to top button